GSTV

ગજબ!/ આતંકવાદ પર ઝીરો ટોલરન્સ નીતિ : સેનાએ એન્ટિ ટેન્ક મિસાઈલથી ઉડાવી દીધા આતંકવાદીઓ, જાણી લો શું છે સચ્ચાઈ

Last Updated on July 22, 2021 by Pritesh Mehta

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોઈપણ સમયે ગમ્મે તે ફોટો કે વિડીયો વાયરલ થઇ જતો હોય છે અને લોકો સમજ્યા વિચાર્યા વગર તેને ફોરવર્ડ કરી દેતા હોય છે. તાજેતરમાં ટ્વીટર સહીત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આતંકવાદીઓ સામે સેનાની કાર્યવાહીના ભરપેટ વખાણ કરવામાં આવી રહ્યા છે. આજકાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખાસ્સો વાયરલ થયો રહ્યો છે.

Fact Check

શું છે વાયરલ વીડિયોમાં

માઈક્રોબ્લોગીંગ સાઈટ પર જમ્મુ કાશ્મીરમાં આતંવાદીઓ સામે કાર્યવાહી કર્યાનો આ વિડીયો શેર થઇ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સેના દ્વારા આતંકવાદનો ખાત્મો કરવા માટે આતંકીઓના ઠેકાણા પર સેના દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આતંકીઓ જે ઘરમાં છુપાયેલા હોય તે ઘરમાં જ મૈન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઈલ દ્વારા પ્રહાર કરીને તેને ઉડાવી દેવામાં આવે છે.

કેપ્શન વાંચીને ચોક્કસ ગર્વ થાય. પરંતુ, સાથે જ એક સવાલ પણ થાય કે જે મિસાઈલની વાત આ વાયરલ વીડિયોમાં કરવામાં આવી રહી છે તે મિસાઈલનું પરીક્ષણ હમણાં 1 દિવસ પહેલા જ DRDO દ્વારા કરવામાં આવ્યું છે. તો આટલા જલ્દી આ મિસાઈલ કઈ રીતે સેના પાસે આવી? ત્યારે, આ દાવો કેટલો સાચો તે અંગે અમારી ટીમ દ્વારા તપાસ શરૂ કરી. અમારી ટીમ દ્વારા સૌથી પહેલા DRDOના ટ્વીટર એકાઉન્ટ પર તપાસ કરી તો જાણવા મળ્યું કે જે મિસાઈલની આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે તેનું પરીક્ષણ 21 જુલાઇના રોજ એટલે કે ગઈકાલે જ કરવામાં આવ્યું છે. વધુમાં અમારી તપાસમાં સામે આવ્યું કે હજુ સુધી આ મિસાઈલને ભારતીય સેનામાં કમિશન પણ કરવામાં નથી આવી. એટલે એ વાત તો સ્પષ્ટ છે કે વીડિયોમાં જે દાવો કરવામાં આવ્યો છે તે ખોટી માહિતી સાથે કરવામાં આવ્યો છે.

હવે અમારી ટીમ દ્વારા એ મુદ્દે તપાસ શરૂ કરી કે આ વિડીયો ક્યારનો છે અને ક્યાંનો છે. તો ટ્વીટમાં દર્શાવવામાં આવેલ વીડિયોના સંદર્ભમાં ગૂગલ પર રિવર્સ ઇમેજ સર્ચ કરતા જે પરિણામો સામે આવ્યા તે ચોંકાવનારા હતા. અમારી ટીમને એક યુટ્યુબનો એક વિડીયો જોવા મળ્યો જે વાયરલ વિડિઓ વાળો જ વિડીયો હતો.

આ વિડીયો 12 મે 2021ના રોજ પોસ્ટ કરવામાં આવ્યા હતો. વિડીયો જમ્મુ કાશ્મીરના અનંતનાગનો છે જેમાં ભારતીય સેના દ્વારા આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક આતંકી સુરક્ષા ડાળોથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કરે છે ત્યારે જ સુરક્ષા દળો દ્વારા તેને ઠાર મારવામાં આવે છે.

સમગ્ર વિડીયો જોતા ખ્યાલ આવે છે કે આ વીડિયોને અને વાયરલ વીડિયોમાં કરવામાં આવેલ મિસાઈલને લગતા દાવાને કોઈ સંબંધ નથી. અને સુરક્ષા દળોની કાર્યવાહીના વીડિયોને ખોટી માહિતી સાથે રજુ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શોધ / હેલમેટ ખતમ કરશે બ્રેન ટ્યૂમર: વૈજ્ઞાનિકોઓને મળી મોટી સફળતા, જાણો કેવી રીતે કરે છે કામ

Zainul Ansari

PHOTOS: આ છે દેશના સૌથી રહસ્યમયી મંદિરો, જ્યાં ઘટે છે અવિશ્વસનીય ઘટનાઓ: ગુજરાતનું આ મંદિર પણ છે લિસ્ટમાં

Bansari

રહસ્ય/ અંતરિક્ષમાંથી 9 તારાઓ જોતજોતામાં ગાયબ થઇ ગયા : વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા, એલિયન્સ હતા કે શું?

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!