GSTV
India News Trending

Fact Check : શું 1 ફેબ્રુઆરીથી ફરીથી પાટા પર દોડવા લાગશે પેસેન્જર ટ્રેન? જાણો વાયરલ મેસેજની સચ્ચાઇ

train

શું 1 ફેબ્રુઆરી 2021થી દેશમાં તમામ પેસેન્જર, લોકલ અને પેસેન્જર ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે…? જો તમે પણ આવા કોઈ સમાચાર વાંચ્યા છે તો ધ્યાનમાં લેજો કે ભારતીય રેલ્વે દ્વારા આવી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવી. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવા અનેક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. આ વાયરલ થયેલા સમાચારોની હકીકત માટે PIB (PIB fact Check) દ્વારા ફેક્ટ ચેક કરાયું છે. ત્યારે અમે તમને જણાવીશું કે આખરે આ સમાચારની હકીકત શું છે….

ટ્રેનો સામાન્ય રીતે ક્યારે દોડશે તે અંગેનો નિર્ણય મંત્રાલય કરશે : વી.કે. યાદવ

પીઆઈબીએ આ સમાચારનું ફેક્ટ ચેક કરતા એટલે કે તેની સચ્ચાઇ તપાસતા સામે આવ્યું કે, રેલવે દ્વારા આવી કોઈ જ જાહેરાત નથી કરવામાં આવી. ભૂતપૂર્વ રેલવે સીઈઓ વી.કે. યાદવે ડિસેમ્બરમાં કહ્યું હતું કે, ‘ટ્રેનો સામાન્ય રીતે ક્યારે દોડશે તે અંગેનો નિર્ણય લેવાનો બાકી છે. મંત્રાલય આ અંગે નિર્ણય કરશે. જ્યારે પણ કોઈ નિર્ણય લેવામાં આવશે ત્યારે આ સંદર્ભે રેલવે દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવશે.’

PIB એ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી

દાવો : એક #Morphed તસવીરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રેલ્વે બોર્ડે 1 ફેબ્રુઆરી 2021થી તમામ પેસેન્જર ટ્રેન, લોકલ ટ્રેન અને યાત્રી સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે.

PIBFactCheck: પીઆઇબીએ જણાવ્યું કે, આ દાવો ખોટો છે. રેલ્વે મિનિસ્ટ્રી દ્વારા આવી કોઇ જ જાહેરાત નથી કરવામાં આવી.

કોરોના સમયગાળામાં વાઇરલ ફેક ન્યૂઝ વધી રહ્યાં છે

કોરોના યુગમાં દેશભરમાં જે પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તે છે, તેમાં અનેક બનાવટી સમાચારો ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ વાયરલ થયેલા સમાચારોને નકારી કાઢ્યાં છે અને કહ્યું છે કે સરકારે આ પ્રકારનો કોઈ જ નિર્ણય લીધો નથી. કોરોના સમયગાળા દરમિયાન આવા બનાવટી સમાચાર ફેલાતા અટકાવવા સરકારે પણ ઘણા પ્રયત્નો કર્યાં છે.

READ ALSO :

Related posts

તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો

Siddhi Sheth

ઓડિશા રેલવે અકસ્માત / રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચીને માહિતી લીધી, જાણો વિપક્ષના સવાલ પર શું કહ્યું

Hina Vaja

BSF / બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી માટે કઈ લાયકાત છે જરૂરી? ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે?

Drashti Joshi
GSTV