GSTV
Gujarat Government Advertisement

ફેક્ટ ચેક / ટ્રાન્ઝેક્શન પહેલાં ATM પર બે વખત ‘Cancel’ દબાવતા PIN કોડ ચોરી નહીં થાય! જાણો શું છે હકીકત

Last Updated on June 11, 2021 by Dhruv Brahmbhatt

સોશિયલ મીડિયા પર એક એવા સમાચાર હાલમાં વાયરલ થઇ રહ્યાં છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, ટ્રાન્ઝેક્શન પહેલાં ATM પર બે વખત ‘cancel’ બટન દબાવવાથી પિન (PIN) ચોરી થતા અટકાવી શકાય છે. પોસ્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ દાવો ભારતીય રિઝર્વ બેંકએ કર્યો છે. જો કે, પીઆઇબી ફેક્ટ ચેક (PIB Fact Check) એ આ દાવાને ખોટા ગણાવ્યો છે. RBI દ્વારા આવો કોઇ જ મેસેજ જારી કરવામાં નથી આવ્યો.

પીઆઇબી ફેક્ટ ચેક નામથી સરકારી સંસ્થા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની એક ફેક્ટ ચેક ટીમ છે. આ વિંગ સરકાર સાથે જોડાયેલા ખોટા સમાચાર અને સૂચનાઓની હકીકત સામે લાવે છે, જેથી લોકો કોઇ પણ પ્રકારના ભ્રમમાં ના રહે. તેને આ સમાચાર વિશે વિગતે તપાસ કરી તો સામે આવ્યું કે, આ નિવેદન તદ્દન ખોટું છે અને તે RBI દ્વારા નથી રજૂ કરવામાં આવ્યું.

વાયરલ સમાચારમાં કરાયો આવો દાવો

વાયરલ સમાચારમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એટીએમમાંથી પૈસા નીકાળતી વખતે એક ખૂબ જ ઉપયોગી ટિપ્સ ATM મશીનમાં કાર્ડ નાખતા પહેલાં બે વખત ‘cancel’ બટન દબાવો. જો કોઇએ પોતાનો પિન કોડ ચોરવા માટે કીપેડ સેટ કર્યું હશે તો તે સેટઅપને રદ કરી દેશે.

ATM PIN

RBI એ આવો કોઇ જ મેસેજ રજૂ નથી કર્યો

PIB Fact Check એ જણાવ્યું કે, ‘આ નિવેદન તદ્દન ખોટું છે. RBI એ આવો કોઇ જ મેસેજ રજૂ નથી કર્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ષડયંત્ર/ ભારત વિરુદ્ધ સાઇબર જાસૂસી ઓપરેશન ચલાવી રહ્યું છે ચીન, ટેલિકોમ કંપનીઓને બનાવી નિશાન

Damini Patel

કામનું/ હવે સરળતાથી કરી શકશો ઑનલાઇન ફ્રોડની ફરિયાદ, ગૃહ મંત્રાલયે જારી કર્યો હેલ્પલાઇન નંબર

Bansari

નરોડામાં મોબાઈલ ટાવર ઉપર ચડેલાં યુવાનને બે કલાકની મહેનત બાદ ફાયર વિભાગેબચાવી લીધો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!