GSTV
Home » News » પીયુષ ગોયલે ભારતની જનતાને મામુ રમાડવા માટે ટ્રેનની સ્પીડ ડબલ કરીને video પોસ્ટ કર્યો, સાબિતી તમારી સામે

પીયુષ ગોયલે ભારતની જનતાને મામુ રમાડવા માટે ટ્રેનની સ્પીડ ડબલ કરીને video પોસ્ટ કર્યો, સાબિતી તમારી સામે

શું રેલ મંત્રી પીયુષ ગોયલે ટ્વિટર પર જાણવા છતા લોકોને ખોટા ગુમરાહ કર્યા છે? ‘વંદે ભારત એક્સપ્રેસ’ ની સ્પીડને વધારે બતાવીને તેમણે કોઈ અન્ય વિડિયો ઉઠાવીને તેની સાથે છેડછાડ કરીને ફરીથી અપલોડ કર્યો છે. ઑરિજનલ વિડિયોને ફાસ્ટ ફોરવર્ડ સ્પીડમાં બતાવવામાં આવેલ છે. તેને નાટકીય રીતે બતાવવાનું કહીએ તો કહી શકાય કે નોટંકી ટાઇપ્સ.જોકે તેમાં કોઈ નુકસાન નથી. પરંતુ જ્યારે ઘોષિત રીતે વંદે માતરમ એક્સપ્રેસ ભારતની સૌથી ઝડપી ટ્રેન હોય તો પછી સિનેમાની જેમ વિડિયો એડિટ કરીને ટ્રેનને તુફાનની જેમ બતાવવાનો શું ફાયદો. એનો અર્થ સમજમાં આવતો નથી.

10 ફેબ્રુઆરીએ પીયુષ ગોયલે ટ્વિટર પર એક વિડિયો શેર કરીને લખ્યું કે આ ‘વંદે ભારત એક્સપ્રેસ’ નાં ફૂટેજ હતા. 15મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન નવી દિલ્હીથી બનારસની વચ્ચે ચાલશે. ગોયલે પોતાની ટ્વિટમાં લખ્યું કે- જુઓ ભારતની પ્રથમ સેમી-હાઇ સ્પીડ ટ્રેન કે જે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ બનાવવામાં આવી છે. જુઓ, વંદે ભારત એક્સપ્રેસ કઈ રીતે રોશનીની ઝડપે ભાગી રહી છે.

ગોયલનું આ ટ્વિટ ઘણા લોકોએ શેર કર્યું છે. વાહવાહી થવા લાગી હતી. પરંતુ ઘણા લોકો હતા કે જે કોમેન્ટ કરી રહ્યા હતા કે ગોયલે જે વિડિયો દેખાડ્યો છે તે સાચો નથી. તેની ઝડપ વધારવામાં આવી અને પછી અપલોડ કર્યો છે.

સત્ય શું છે?

પીયુષ ગોયલની ટ્વિટ પર આવેલ એક જવાબ જુઓ. આ કોઈ અભિષેક જાયસવાલનાં ટ્વિટર હેન્ડલથી કરવામાં આવ્યો છે. અભિષેકે લખ્યું છે અને આ ટ્વિટ સાથે અભિષેકે એક યુટ્યુબ લિંક પણ મોકલી છે. આ લિંક પર ક્લિક કરીને ‘ધ રેલ મેલ’ નામના એક યુટ્યુબ પેજની લિંક ખુલે છે.

20 ડિસેમ્બર, 2018નાં રોજ અપલોડ કરેલ એક વિડિઓ દેખાય છે. આ વિડિઓ પર વૉટરમાર્ક છે. એટલે જેણે મુક્યો છે આ તેનો ઓરિજનલ ફૂટેજ છે. આ વિડિઓનો એક ભાગ પીયુષ ગોયલનાં અપલોડ કરેલ વિડિયોમાં જોવા મળે છે. તેમાં એક તફાવત છે. પીયુષ ગોયલે ટ્રેનની સ્પીડ ઘણી વધારે કરીને મુક્યો છે. ‘ધ રેલ મેઇલ’ નાં વિડીયોને જોવા માટે તમે નીચે આપેલી લીંક પર ક્લિક કરી શકો છો.

આ જોવાથી ખબર પડે છે કે પહેલા ઓરિજનલ વિડિઓનો એક ભાગ કાપવામાં આવ્યો છે. પછી તેને એડિટ કરવામાં આવ્યો. તેની ઑરિજનલ સ્પીડને વધારવામાં આવી. આ વીડિયો પર પણ ‘ધ રેલ મેઇલ’ સાથે વિડિયોનું વોટરમાર્ક દેખાય છે. જોવાથી લાગે છે કે તેને ફેડ કરવાનો પ્રયાસ કર્યો છે. એ પણ હોઈ શકે છે કે ક્વોલિટી ખરાબ થવાના કારણે વોટરમાર્ક ઝાંખુ પડી ગયું હોય.

READ ALSO

Related posts

રશિયાની 26 વર્ષની યુવતી, ધરાવે છે વિચિત્ર શોખ

Path Shah

વાહ રે ગુજરાત! મતદાનનો ગૌરવપૂર્ણ કિસ્સો: આદિવાસી યુવકે પોતાનાં પિતાને….

Riyaz Parmar

મતદાન બાદ રોડ-શો કરવા બાબતે PM મોદીને રાહત, કેન્દ્રિય ચૂંટણી પંચે ક્લિનચીટ આપી

Riyaz Parmar