GSTV
Home » News » 500ની બંને નોટમાં અલગ-અલગ જગ્યાએ સિલ્વર સ્ટ્રિપ, જાણો આમાંથી સાચી કઈ!

500ની બંને નોટમાં અલગ-અલગ જગ્યાએ સિલ્વર સ્ટ્રિપ, જાણો આમાંથી સાચી કઈ!

500 fake note

500 રૂપિયાની નવો નોટ બજારમાં આવ્યાના થોડા સમય બાદથી જ નકલી નોટ આવવાના સમાચાર અવાનનવાર જોવા મળે છે. આમ તો બંને નોટ જોવામાં તો સરખી જ લાગે છે, પરંતુ કેટલીક બાબતો દ્વારા જાણી શકાય છે કે, નોટ અસલી છે કે નકલી. 500ની નોટમાં જે સિલ્વર સ્ટ્રિપ હોય છે, તાજેતરમાં જોવા મળેલી બે 500ની નોટમાં આ સિલ્વર સ્ટ્રિપ અલગ અલગ જગ્યાએ જોવા મળી હતી. આ વિશે બેન્કવાળાઓ સાથે વાત કરી કે, આમાંથી કઈ નોટ અસલી છે અને કઈ નકલી, તો કેટલીક મહત્વની વાતો જાણવા મળી.

ઉલ્લેખનિય છે કેમ 8 નવેમ્બર 2016 એ નોટબંધીના નિર્ણયના બે દિવસ બાદ 10 નવેમ્બરથી 500 થી અને 2000ની નવી નોટો માર્કેટમાં આવી. ત્યારબાદ 2017માં RBI એ 500ની નોટોમાં થોડો બદલાવ કર્યો. હા જોકે, જૂની નોટો પણ ચાલું જ છે, એટલે 10 નવેમ્બર બાદ જે પણ નોટો માર્કેટમાં આવી તે બધી જ ચલણમાં છે.

RBI એ 13 જૂન, 2017 એ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 500ની નવી નોટ્સમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. આ સાથે RBI એ પ્રેસ રિલીઝ પણ બહાર પાડ્યું હતું.

પ્રેસ રિલીઝ અનુસાર RBI એ 500 ની નવી નોટોમાં કરેલ બદલાવ:

  • નંબર પેનલના ઇનસેટ લેટરમાં E ની જગ્યાએ A લખેલું હશે (ઇનસેટ લેટર નોટ પર લખેલ નંબરની વચ્ચે લખેલ હોય છે, નોટને ત્રાંસી કરતાં તે દેખાય છે.)
  • તેમાં RBI ગવર્નર ઉર્જિત પટેલની સિગ્નેચર અને છાપવાનું વર્ષ 2017 પાછળની તરફ રહેશે.
  • નોટની બાકીની ડિઝાઇન એવી જ રહેશે, જેવી 2016માં હતી.

10 નવેમ્બર 2016માં RBIએ જ્યારે 500ની નોટ બહાર પાડી ત્યારે નોતની તસવીર સાથે એક ટ્વિટ પણ કર્યું હતું. ટ્વિટમાં સિલ્વર વાયરની જગ્યા અને આ બીજી નોટ, બંને નોટોમાં અલગ-અલગ દેખાઇ રહી છે. સિગ્નેચરની પાસે પણ નહીં અને ગાંધીજીની પાસે પણ નહીં, બંને નોટની બરાબર વચ્ચે જ છે.

એ સિવાય પણ એક ફોટો RBIની વેબસાઇટમાં છે, જેમાં 500ની નોટનાં સિક્યૉરિટી ફીચર્સ વિશે જણાવવામાં આવ્યું છે.

જેના દ્વારા જાણી શકાય છે કે, 500ની નોટમાં સિલ્વર સ્ટ્રિપ ગાંધીજીની નજીક જ હોય એવું જરૂરી નથી. નોટ સાચી છે કે નહીં એ અંગે જાણવાના મુદ્દાઓ RBIની વેબસાઇટ પર આપવામાં આવ્યા છે.

Related posts

PM મોદી સાહેબ બોલાવશે તો હું ચોક્કસ ભારત આવીશ: US પ્રમુખ પીએમ મોદી પર ઓળઘોળ

Riyaz Parmar

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!