પોલીસ ઓફિસરે કહ્યું લગ્ન નહીં કરે તો જેલ જવું પડશે, બાપડો ડરી ગયો… ને ફસાયો

શાહનવાજ અને ગુલ બાનો એક બીજાને પ્રેમ કરતા હતા. પ્રેમ વધ્યો બંન્ને નજીક આવ્યા અને પછી એક દિવસ ગુલ ગર્ભવતી બની ગઈ. ગુલે શાહનવાજ સાથે લગ્ન કરવાની વાત કરી તો તેણે તેને ના પાડી દીધી. આવામાં આ મામલાની જાણ પહેલા પરિવારને થઈ અને પછી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. બન્ને પક્ષના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસે શાહનવાજને જેલ જવાનો ડર બતાવ્યો તો તે લગ્ન માટે રાજી થઈ ગયો.

પછી થવાનું શું હતું, પોલીસ સ્ટેશનમાં જ મંડપ લગાવવામાં આવ્યો બન્ને પરિવારના અમુક બીજા લોકો પણ હાજર થયા. મૌલવીને બોલાવવામાં આવ્યા અને શાહનવાજ અને ગુલ બાનોને મૌલવીએ નિકાહ પઢાવ્યા. બન્નેએ કબુલ હે કબુલ હે કહ્યું અને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.
મામલો ઝારખંડના પૂર્વી સિંહભુમ જિલ્લાનો છે. હકીકતમાં યુવક અને યુવતી લગ્ન કરવા માટે રાજી હતાં પરંતુ ગર્ભવતી હોવાની વાત સાંભળીને શાહનવાજે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. એતો ઠીક પરંતુ જ્યારે ગુલ બાનોનો પરિવાર જ્યારે શાહનવાજના ઘરે માંગુ લઈને ગયા હતા તો તેના પરિવારે પણ લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી.

પોલીસ ઓફિસરે કહ્યું લગ્ન નહીં કરે તો જેલ જવુ પડશે

શાહનવાજના પરિવારે લગ્ન માટે ના પાડતા ગુલ બાનોનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ફરિયાદ કરી. પોલીસ ઓફિસરે શાહનવાજ ગુલના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને સમાજના અન્ય લોકોની મદદથી સમજાવ્યું કે લગ્ન માટે ના પાડવાથી એફઆઈઆર થઈ શકે છે અને જેલમાં પણ જવુ પડી શકે છે. ત્યાર બાદ પરિવારે લગ્ન માટે હા પાડી દીધી. અને પોલીસ સ્ટેશનમાં જ સમાજના લોકોની સામે નિકાહ પઢવામાં આવ્યા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter