GSTV
Home » News » લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી છે.. વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે નેતાઓને જવાબદારી સોંપી છે.

લોકસભા ચૂંટણીમાં ધાર્યા પરિણામ ન મળ્યા બાદ હવે કોંગ્રેસ સિનિયર નેતાઓને ભરોસે છે. ત્યારે પેટાચૂંટણી વાળી બેઠકોની જવાબદારી સિનિયર નેતાઓને સોંપાઈ છે.

રાધનપુરની જવાબદારી અર્જુન મોઢવાડિયાને, બાયડની જવાબદારી મધુસુદન મિસ્ત્રીને, લુણાવાડાની જવાબદારી ભરતસિંહ સોલંકીને જ્યારે કે મોરવાહડફની જવાબદારી તુષાર ચૌધરી તથા ખેરાલુની જવાબદારી જગદીશ ઠાકોર અને થરાદની જવાબદારી સિધ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે.

આ ઉપરાંત અમદાવાદની અમરાઈવાડી બેઠકની જવાબદારી દીપક બાબરિયાને સોંપાઈ છે. કોંગ્રેસે દેવભૂમિ દ્વારકા વિધાનસભા પેટાચૂંટણી માટે પણ તૈયાર રહેવાની સ્થાનિકોને સુચના આપી દીધી છે. જે નેતાઓને જવાબદારી સોંપાઈ છે તેવા સિનિયર લીડરોની નીચે પાંચ-પાંચ ધારાસભ્યોની ટીમ કામ કરશે.

READ ALSO

Related posts

એશિઝ પહેલા ચોથા સ્થાને રહેલા સ્ટિવ સ્મિથે ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યું

Mayur

કઢંગી હાલતમાં પ્રેમી પંખીડા એકબીજામાં હતાં ઓતપ્રોત અને પાછળથી લોકો આવી જતા જે થયું…

Bansari

જીભના ચટાકા આ વાંચીને દૂર થઇ જશે, બર્ગર કિંગના બર્ગરમાંથી નીકળ્યું મચ્છર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!