GSTV
Home » News » બૃહદ ગીરનાં ભાવનગર જિલ્લામાં લાયન કેર સેન્ટરનો પ્રારંભ, વનરાજને મળશે આ સુવિધા

બૃહદ ગીરનાં ભાવનગર જિલ્લામાં લાયન કેર સેન્ટરનો પ્રારંભ, વનરાજને મળશે આ સુવિધા

એશિયાટિક સિંહોનું નવું ઘર એટલે ભાવનગર જીલ્લો, ભાવનગર જીલ્લામાં સિંહોને અનુકુળ આબોહવા અને ભૌગોલિક સ્થિતિ હોય અહી મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યા છે, ત્યારે તેમની સારવાર અને દેખરેખ માટે ભાવનગર જીલ્લમાં એશિયાટિક લાઈન કેર નો આજથી વનમંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રારંભ કરાવ્યો હતો.

ગીરના જંગલો માં રહેતા ડાલામથ્થાઓ એ પોતાની વધતી જતી વસતીના પ્રમાણ માં વિસ્તાર સીમિત રહેતો હોય તેવા સંજોગોમાં સિંહ ગીરના જંગલો માંથી અમરેલી અને બાદ માં ભાવનગર જીલ્લામાં પોતાનો વસવાટ કર્યો છે. તેનું મુખ્ય કારણ છે ભાવનગર જીલ્લામાં આવેલ લાંબો શેત્રુજી નદીનો કિનારો, જે સિંહો માટે સૌથી વધુ અનુકુળ વિસ્તાર છે. ભાવનગર જીલ્લાનાં તળાજા-મહુવા-પાલીતાણા-ગારીયાધાર તથા જેસર ના વિસ્તારોમાં સિંહો વસવાટ કરી રહ્યા છે .વર્ષ 2005 માં ભાવનગર જીલ્લા માં થયેલી સિંહોની વસ્તી ગણતરી માં 14 સિંહો હતા ત્યારબાદ 32 સિંહો થયા અને હાલ 60 જેટલા સિંહો જીલ્લામાં નોંધાયા છે.

આ ઉપરાંત દીપડા, ઝરખ જેવા વન્યજીવો પણ ભાવનગર જીલ્લામાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પાલીતાણા માં ભાવનગર અને અમરેલી જીલ્લાનું અલગ વાઈલ્ડલાઈફ ડિવીઝન પણ ઉભું કરવામાં આવ્યું છે, ત્યારે આ જીલ્લામાં વસતા વન્યપ્રાણીઓને અને ખાસ કરીને સિંહો તાકીદે સારવાર મળી રહે તે માટે ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના વડાલ ગામ નજીક એશિયાટિક લાઈન કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વડાલ ખાતેના 2 કરોડના ખર્ચે એશિયાટિક લાયન કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં સિંહો સાથે અન્ય વન્યપ્રાણીઓને સારવાર માળી રહે તે માટેની તમામ સવલતો સ્ટાફ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહિયાં લેબોરેટરી, સારવાર રૂમ, પ્રાણીઓનાં મૃતદેહના પીએમ માટે પીએમ રૂમ તેમજ અદ્યતન ઓપરેશન થીયેટર ઉભું કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કરાયેલ કે બીમાર સિંહો તેમજ અન્ય વન્યપ્રાણીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે આહી ૨૪ કલાક સ્ટાફ ઉપલબ્ધ રહેશે અને તેમના રહેવા માટે ક્વાર્ટર પણ બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત આગામી સમયમાં આહી લોહી અને યુરીન ટેસ્ટ માટેની લેબોરેટરી અને સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે અહી એક સાથે 6 વન્યપ્રાણીઓને રાખવાની સુવિધા કરવામાં આવી છે. તેમજ શાળાના બાળકોને સિંહો અંગે માર્ગદર્શન મળે તે માટે એજ્યુકેશન કેમ્પ કરી શકાય તેવી વ્યસ્થા પણ ઉભી કરવમાં આવી છે.

આ એનિમલ કેર શરૂ થતા હવે ભાવનગર જીલ્લા અને આજુબાજુના જીલ્લામાં વસતા સિંહોને તુરંત સારવાર મળી શકશે અને સિંહો પ્રત્યે લોકોમાં જાગૃતિ પણ આવશે. સમગ્ર એશિયામાં માત્ર ગુજરાત પાસે જ એશિયાટિક સિંહ છે અને જે ભાવનગર જીલ્લમાં પણ વસવાટ કરી રહ્યા છે તેનું ભાવેણાવાસીઓ પણ ગૌરવ લઈ રહ્યા છે.

READ ALSO

Related posts

આજે રાત્રે 12 વાગ્યાથી રાજ્યની 16 ચેકપોસ્ટ બંધ થઇ જશે, સરકારે કર્યા આ આદેશ

Nilesh Jethva

ભાજપ જિલ્લા પ્રમુખોના નામોની કરશે જાહેરાત, 4 ઝોનમાં સેન્સ લેવાની જવાબદારી આ નેતાઓને સોંપાઈ

Nilesh Jethva

ગુજરાતમાં મારા અનુયાયીઓને કંઈ થશે તો જોવા જેવી થશે, નિત્યાનંદની ખુલ્લેઆમ ધમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!