GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

માસ્કના કારણે લિપસ્ટિક વેચાણને પડ્યો જોરદાર ફટકો, આટલુ ઘટી ગયુ વેચાણ

લિપસ્ટિક

કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લોકડાઉનમાં સરકારે તમામ નાગરિકો માટે માસ્ક પહેરવું ફરજિયાત બનાવ્યું છે. સામાન્ય રીતે ઇકોનોમી નીચે જતી હોય ત્યારે પણ લિપસ્ટિકના વેચાણમાં ઘટાડો થતો નથી પરંતુ આ વખતે તેનું વેચાણ ઘટ્યું છે અને તેને બદલે આઇ (આંખ) મેકઅપનું ચલણ વધ્યું હોવાના અહેવાલ છે.

ગ્રાહકોમાં મેકઅપ કરવાના પ્રમાણમાં ઘટાડો થયો

લોકો મોટા ભાગે તેમના ઘરોમાં જ રહે છે અને ગ્રાહકોમાં મેકઅપ કરવાના પ્રમાણમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત માસ્ક પહેરવું ફરજિયાત થયું છે. કોઈ સામાજિક કાર્યક્રમો પણ થતાં નથી. આ સંજોગોમાં મેક અપ કરવાની જરૂર પડતી નથી અને તેમાંય ખાસ કરીને લિપસ્ટિકની તો જરૂર જ પડતી નથી.

લિપસ્ટિક

ઓફિસમાં પણ માસ્ક ફરજિયાત

આ તબક્કો હજી આગળ ધપવાનો છે કેમ કે ઘણી સંસ્થાઓ અને કંપનીઓએ તેમના કર્મચારીઓ માટે ઓફિસમાં પણ માસ્ક ફરજિયાત કરાવ્યો છે. આ વલણ જોતાં કન્ઝ્યુમર પ્રોડક્ટનું વેચાણ કરતી કંપનીઓએ પણ તેમની નીતિ બદલીને હવે આઇ લાઇનર અને આઈ શેડોઝની પ્રોડક્ટ પર વધારે ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!