GSTV
Home » News » Facebook 25 ફેબ્રુઆરીથી બંધ કરી રહી છે આ એપ, પોતાની તસ્વીર કરી લો સેવ

Facebook 25 ફેબ્રુઆરીથી બંધ કરી રહી છે આ એપ, પોતાની તસ્વીર કરી લો સેવ

ફેસબુકે જાહેરાત કરી છે કે ફેસબુક 25 ફેબ્રુઆરીથી પોતાની તસ્વીર સેવિંગ અને શેરિંગ એપ Moments બંધ કરી રહ્યાં છે. Moments ફેસબુકની સ્ટેન્ડ અલોન એપ છે. ફેસબુકે કહ્યું છે કે તેઓ યૂઝર્સની યોગ્ય સંખ્યા ના હોવાથી આ એપ બંધ કરી રહ્યાં છે. CNETએ Momentsને પ્રોડક્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર રીષભ દોષીના હવાલાથી લખ્યું છે, અમે Moments App માટે સપોર્ટ બંધ કરી રહ્યાં છે. પરંતુ અમને ખબર છે કે જે લોકો તસ્વીરો શેર કરે છે, તેમના માટે તે વધારે મહત્વનું છે. તેથી અમે Facebook એપની અંદર મેમોરી સેવ કરવાનુ ચાલુ રાખીશું.

ઘટીને દોઢ લાખ રહીં ગયા ડાઉનલોડ્સ

જોકે, કંપનીએ આ એપના યૂઝર્સની સંખ્યાનો ખુલાસો કર્યો નથી. ફેસબુક વધુ યૂઝર્સ ના હોવાને કારણે આ એપને બંધ કરી રહી છે. મોબાઈલ એનાલિટિક્સ ફર્મ Sensor Tower મુજબ, લૉન્ચ થયા બાદથી 8.7 કરોડ iOS અને એન્ડ્રોઈડ યૂઝર્સે આ એપને ડાઉનલોડ કરી છે. જૂન 2016માં આ એપના 1.07 કરોડ ડાઉનલોડ હતાં.

ઈ-મેલ અને એપ એલર્ટથી યૂઝર્સને આપી જાણકારી

ફેસબુકે Moment એપના યૂઝર્સને ઈ-મેલ અને એપ એલર્ટ માટે સૂચિત કરી દીધુ છે કે તેઓ આ એપને બંધ કરવા જઈ રહી છે. કારણકે લોકોને એપથી પોતાની ફોટો હટાવવામાં સમય લાગશે, જેના માટે Facebookએ એક વેબસાઇટ બનાવી છે. આ વેબસાઇટ મે સુધી તૈયાર થશે, જ્યાંથી યૂઝર્સ પોતાના પર્સનલ કોમ્પ્યુટર અથવા ફોનમાં પોતાની તસ્વીર એક્સપોર્ટ કરી શકે છે.


આ સિવાય લોકો પોતાની Moments તસ્વીરને ફેસબુકની મેન એપના આલ્બમમાં અપલોડ કરી શકે છે. Facebookએ Momentsને 2015માં લૉન્ચ કરી હતી. આ એપ યૂઝર્સને મિત્રોની સાથે તસ્વીર શેર કરવાની સુવિધા આપે છે. આ એપમાં યૂઝર્સે ફેસબુકમાં તસ્વીર અપલોડ કરવાની નથી હોતી.

READ ALSO

Related posts

ભારતનાં પાડોશી દેશે સર્વોચ્ચ ઉંચાઈ પર આયોજીત કર્યો ‘ફેશન શો’, રચ્યો ઈતિહાસ….

pratik shah

રોડ પર પડેલા ઘાયલની મદદ ન કરતા કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

Pravin Makwana

Bigg Boss 13: શહનાઝ ગિલનાં ભાઈએ કહ્યું એવું કે, ઘરમાં મચ્યો હંગામો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!