GSTV

ચીનની સોડમાં છૂપાઈ ગયેલા WHOને આપ્યો ભારતે કરારો જવાબ, નહીં ચલાવે હવે મનમાની

Last Updated on May 27, 2020 by Karan

કોરોના વાયરસ મહામારીના ઇલાજમાં પહેલીવાર ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સૂચનનોને નકારી કાઢ્યા છે. કોરોના વાયરસ ફેલાવવા પાછળ WHOની બેદરકારી પર વિશ્વભરમાં ચર્ચા થવા છતાં ભારત આ મામલે ચુપ રહ્યું છે. પરંતુ કોરોના વાયરસની સારવારમાં WHOના નવા સૂચનોને દેશના વૈજ્ઞાનિકોએ નકારી દીધા છે.

કોવિડ-19ની સારવારમાં સઘન મેડિકલ દેખરેખ હેઠળ ચાલુ રાખી શકાય

કોરોના વાયરસની સારવારમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીનની દવાના ઉપયોગને લઇને WHOએ શંકા વ્યક્ત કરી છે. આ સાથે જ કહ્યુ છે કે આ દવા કોરોના વાયરસની સારવાર માટે સુરક્ષિત નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યુ કે ભારતમાં કરવામાં આવેલા અભ્યાસમાં મલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન (એચસીક્યૂ)ની કોઇ આડઅસર સામે નથી આવી અને તેનો ઉપયોગ કોવિડ-19ની સારવારમાં સઘન મેડિકલ દેખરેખ હેઠળ ચાલુ રાખી શકાય છે.

WHO સાથે કેટલીય બાબતોમાં મતભેદ સામે આવી શકે છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે છેલ્લા પાંચ મહિનાથી WHOના દિશા-નિર્દેશ કેટલીય બાબતોમાં ખોટા પુરવાર થયા છે. આ કારણથી હવે ભારતે કોઇ પણ અન્ય સંગઠનની સલાહ અથવા નિર્દેશ પર કામ કરવાની જગ્યાએ જાતે સારવારનો માર્ગ શોધવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકાર હવે કોરોના વાયરસ સામે લડવા માટે પોતાની તપાસ અને શોધ પર જ વિશ્વાસ રાખવા માંગે છે. હાલ મંત્રાલયે માત્ર હાઇડ્રોક્સીક્લોક્વીન માટે જ WHOની ભલામણ માનવાથી ઇન્કાર કર્યો છે. પરંતુ આવનાર સમયમાં WHO સાથે કેટલીય બાબતોમાં મતભેદ સામે આવી શકે છે.

અમેરિકાએ આ દવાને અસરકારક માની

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યુ, ‘કોવિડ-19 એક એવી બીમારી છે જેના વિશેની માહિતી ધીમે-ધીમે સામે આવી રહી છે અને અમે નથી જાણતાં કે કઇ દવા કામ કરી રહી છે અને કઇ દવા કામ નથી કરી રહી. કેટલીય દવાઓ કોવિડ-19 માટે ઉપયોગમાં લેવા માટે સૂચવવામાં આવી રહી છે, પછી તે તેનાથી બચવા માટે હોઇ શકે છે કે પછી સારવાર માટે હોઇ શકે છે.’ ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ભારતમાં તૈયાર થતી મલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનને કોરોના વાયરસ વિરુદ્ધ સૌથી અસરકારક માની છે. તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ કહ્યુ હતુ કે કેટલાય અમેરિકાના લોકો આ દવાના સેવનથી સંપૂર્ણપણે સાજા થઇ ચુક્યા છે.

Related posts

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave

મહારાષ્ટ્ર / શિવસેનાના કાર્યકરોએ મુંબઈ એરપોર્ટ પર કરી તોડફોડ, ‘અદાણી એરપોર્ટ’ના બોર્ડને પહોંચાડ્યું નુકસાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!