GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Facebook બંધ કરી રહ્યુ છે TikTok જેવી પોતાની એપ્લીકેશન, Instagram આવ્યું નવુ ફીચર્સ

ભારતમાં TikTok બેન થઈ ચુક્યુ છે અને સતત TikTok જેવી નવી એપ્લીકેશન આવી રહી છે. જેમથી કેટલીક એપ ભારતની છે તો, કેટલીક ભારત બહારની પણ છે. આ વચ્ચે ફેસબુકે નિર્ણય કર્યો છે કે, તે TikTok જેવી પોતાની એપને બંધ કરી દેશે. જણાવી દઈએ કે, Facebook એ Lasso નામની એક એક્સ્પેરિમેંટલ એપ લોન્ચ કરી હતી જે TikTok ની જેમ જ કામ કરતી હતી. જોકે, ભારતમાં આ એપ લોન્ચ કરવામાં આવી ન હતી, પરંતુ કંપની આ મહીને આ એપને બંધ કરી રહી છે.

ઈંસ્ટાગ્રામ Reels લોન્ચ કરી

Tiktok જેવી એપ Lasso બંધ કરવાનો હેતુ છે કે, ફેસબુકે ટિકટોક સામે હાર માની લીધી છે. કંપની TikTok જેવી એક નવી એપ પર કામ કરી રહી છે Facebook એ હાલમાં જ ઈંસ્ટાગ્રામ Reels લોન્ચ કરી છે જે TikTok ની હરીફ માનવામાં આવે છે. Facebook એ Lasso સિવાય Hobbi એપ્સને પણ બંધ કરવાની જાહેરાત તરી છે. Hobbi એપ Printerest ની જેમ હતી. આ બંને એપ્સને કંપની એક્સ્પેરિમેંટલ એપ્સ તરીકે લોન્ચ કરી હતી, જેને હવે બંધ કરવામાં આવી રહી છે.

યૂઝર્સ નાના વીડિયો શુટ કરી શકે છે

Reels એકને હાલમાં ઈંસ્ટાગ્રામના જ એક ફીચર તરીકે લોન્ચ કરવામાં આવ્યુ છે. એટલે કે, કંપનીએ અત્યાર સુધી તેનો સ્ટેંડઅલોન એપ લોન્ચ કર્યુ નથી. આ ફીચર હેઠળ ઈંસ્ટાગ્રામ પર યૂઝર્સ નાના વીડિયો શુટ કરી શકે છે અને તેમાં મ્યૂઝિક પણ સેટ કરી શકે છે.

YouTube આ પ્રકારનુ ફીચર જાહેર કર્યુ

Facebook જ નહી, પરંતુ Google પણ YouTube થકી લોકોને TikTok જેવું પ્લેટફોર્મ આપવા માગે છે તો, હાલમાં જ YouTube આ પ્રકારનુ ફીચર જાહેર કર્યુ છે. જ્યાં શોર્ટ વીડિયો અપલોડ કરી શકાય છે. Youtube કહ્યુ કે, કંપની ક્રિએટર્સ માટે કેટલાક પ્રકારની ટેસ્ટિંગ કરી રહી છે જે થકી સરળતાથી મલ્ટિપલ ક્લિપ્સ રેકોર્ડ યૂટ્યૂબ મોબાઈલ એપ થકી અપલોડ કરી શકે છે. આ વીડિયો એકબીજા સાથે મર્જ થઈ શકે છે. આ ફૂટેજને 15 સેકંડ્સ સુધી રેકોર્ડ કરી શકાય છે.

READ ALSO

Related posts

એનપીસીઆઇ લાવી શકે છે યુપીઆઈ પેમેન્ટ પર વધુ નિયંત્રણ, આ લોકોને પડશે અસર

pratik shah

સુરત મનપાના 500થી વધુ કોરોના વોરિયર્સ બન્યા સંક્રમણનો શિકાર, આટલાનો લેવાયો ભોગ

Bansari

આવો મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ના કરતાં, બેન્ક એકાઉન્ટ થઇ જશે તળિયાઝાટક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!