GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સોશિયલ નેટવર્કિંગ સાઈટ પરથી “ફેક સામગ્રી” હટાવવા ફેસબુક ઉઠાવશે આ મોટું પગલું

ફેસબુક એક એવી સ્વતંત્ર સંસ્થા બનાવી રહ્યું છે, જે તેના પર નજર રાખશે કે સોશિયલ નેટવર્કિગ સાઈટ પરથી કઈ સામગ્રી હટાવવામાં આવે. ફેસબુકે ગુરૂવારે તેની જાહેરાત કરી જ્યારે તેણે અલગ-અલગ દેશોમાં નિયામકોના વધતા દબાણને પગલે નફરત ફેલાવવાનું ભાષણ અને સમુદાયના નિયમોનું ઉલ્લંઘન કરનારા અન્ય પોસ્ટરોને તાત્કાલિક જાણ કરવાની પોતાની ક્ષમતા વધારવાની વાત કહી. કેટલાંક સામાજિક કાર્યકર્તા પણ ફેસબુક પરથી અભદ્ર અને અયોગ્ય સામગ્રી હટાવવાની માંગ કરી રહ્યાં છે.

ફેસબુકના ચીફ એક્ઝિક્યુટીવ માર્ક ઝૂકરબર્ગે મીડિયાના સંમેલનમાં કહ્યું, “મારું આ માનવુ છે કે આપણે અભિવ્યક્તિની આઝાદી અને સુરક્ષા વિશે કેટલાંક નિર્ણયો જાતે કરવા જોઈએ નહીં.” કૃત્રિમ ઇન્ટેલિજન્સ સૉફ્ટવેર અથવા યુઝર દ્વારા રિપોર્ટ કરાયેલી પોસ્ટની એક આંતરિક પ્રણાલી સમીક્ષા કરે છે, જેની ક્ષમતા વધારવામાં આવી શકે છે. ઝુકરબર્ગે કહ્યું કે આગામી સમયમાં એક સ્વતંત્ર સંસ્થા બનાવવામાં આવશે, જે એક રીતે ‘ઉપરી અદાલત’ની જેમ કામ કરશે, જે સોશિયલ નેટવર્ક દ્વારા કન્ટેન્ટ હટાવવાના નિર્ણયની અપીલ પર વિચાર કરશે.

અપીલ ઑથોરિટીનું માળખું આ પ્રકારે હશે કે તે આવનારા સમયમાં ફેસબુકના સિદ્ધાંતો અને નીતિઓનું પાલન કરીને કેવીરીતે પોતાને સ્વતંત્ર રાખે. ફેસબુકની આગામી વર્ષે પોતાની આવકના રિપોર્ટ સાથે દર ચોથા મહિને કન્ટેન્ટ હટાવવાની માહિતી પણ જાહેર કરવાની યોજના છે. ઝૂકરબર્ગે કહ્યું, “અમે પોતાની નેટવર્કિગ સાઇટ પરથી નફરત ફેલાવવાનું ભાષણ, ડરાવવુ ધમકાવવુ અને આતંકવાદના કન્ટેન્ટને હટાવવા પર પ્રગતિ કરી છે. આ લોકોને અવાજ ઉઠાવવાની તક આપવા અને તેમને સુરક્ષિત રાખવા વચ્ચે યોગ્ય સંતુલન શોધવા અંગે છે.”

READ ALSO

Related posts

આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી, અહીંના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ મનુષ્યની ઉંમર વધારવાનો રસ્તો

Pravin Makwana

પંચમહાલ : પોલીસે સાત જીવતા કારતુસ અને ત્રણ પિસ્તોલ સાથે બે પરપ્રાંતિયોની ધરપકડ કરતા ખળભળાટ

Nilesh Jethva

અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષના ટ્વીટથી ખળભળાટ, કોરોનાના કેસને લઇને તંત્રની પોલ ખોલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!