GSTV
Home » News » ફેસબૂક કરશે મોટો ધમાકો, paytm અને બીજી ઘણી એપની સુવિધા એમાં જ કવર થઈ જશે

ફેસબૂક કરશે મોટો ધમાકો, paytm અને બીજી ઘણી એપની સુવિધા એમાં જ કવર થઈ જશે

હાલનાં દિવસોમાં ફેસબૂક તેમજ અન્ય કંપનીઓ પણ પોતાનાં આ બિઝનેશમાં કઈક કઈક નવું લાતવી જ રહે છે. તો આ વખતે પણ ગ્રાહકોને આકર્ષવા માટે ફરીથી ફેસબુકે એક નવુ ફિચર લાવવાની વિચારધારણા કરી છે. બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીની લોકપ્રિયતાને જોતા ફેસબુક પણ હવે પોતાની ડિજીટલ કરન્સી લાવવા જઇ રહ્યું છે. ફેસબુક પોતાની ડિજીટલ કરન્સી વોટ્સએપ યૂઝર્સને ધ્યાનમાં રાખીને લાવવા જઇ રહ્યું છે. બ્લૂમબર્ગનાં રિપોર્ટ પ્રમાણે ભારતમાં થનારા ઓનલાઇન પેમેન્ટને જોતા ફેસબુકે આ તૈયાર કર્યું છે. ફેસબુકે આ માટે બધી તૈયારીઓ પુરી કરી લીધી છે. આશા છે કે ફેસબૂક અને વોટ્સએપ યૂઝર્સને આ નવા વર્ષે નવી કરન્સીનો લાભ મળે.

બ્લૂમબર્ગનાં રિપોર્ટ પ્રમાણે ફેસબુકની ડિજીટલ કરન્સીનું નામ ‘સ્ટેબલક્વાઇન’ હશે. ફેસબુકની ડિજીટલ કરન્સી ડોલર સાથે જોડાયેલી છે. રિપોર્ટ પ્રમાણે બિટકોઇન જેવી અન્ય ડિજીટલ કરન્સીની તુલનામાં ફેસબૂકની કરન્સી વધારે સ્થિર રહેશે. મહત્વનું છે કે વર્ષની શરૂવાતમાં ક્રિપ્ટોકરન્સીના વિજ્ઞાપન પર પ્રતિબંધ અંગે ફેસબૂક વિવાદોમાં ઘેરાયેલું છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યૂઝર્સ ફેસબૂકની નવી કરન્સી દ્વારા વોટ્સએપ પર પણ લેવડ દેવડ કરી શકશે. વોટ્સએપનો માલિકીનો હક હવે વોટ્સએપ પાસે જ છે. તો આ કરન્સીનો ઉપયાગ વ્હોટ્સએપ યૂઝર્સ પણ કરી શકશે.

READ ALSO

Related posts

IRCTCના શેર ખરીદનારા લાખો લોકો થયાં માલામાલ, એક જ દિવસમાં મળ્યો 100 ટકાથી વધુ નફો

Bansari

પતિ રણવીર સિંહની વાતો કરી રહી હતી દીપિકા, અચાનક પાછળ ફરી બોલી- ‘આવી તો નથી ગયો’

NIsha Patel

ગુજરાત: ધોરણ-9ની પરીક્ષામાં સવાલ પૂછાયો-ગાંધીજીએ કેવી રીતે કરી હતી આત્મહત્યા?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!