GSTV
Auto & Tech Trending

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે, મોદી સરકાર લાવી રહી છે આ કાયદો

વહેલી તકે સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરનારા કરોડો યુઝર્સને પોતાનું વેરીફિકેશન કરાવવું પડી શકે છે. સરકાર તેના માટે સંસદના વર્તમાન સત્રમાં નવો ખરડો રજૂ કરી શકે છે. આ બિલના પાસ થવા પર વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક જેવી એપનો ઉપયોગ કરવા માટે યુઝર્સે પહેલા વેરીફિકેશન કરાવવું પડશે.

સરકારનો દાવો છે કે આ પ્રક્રિયા માટે લાવવામાં આવનારા ખરડાથી નકલી ખબરો પર રોક લાગી શકશે. તેના માટે કંપનીઓએ પોતાને ત્યાં એક એવું મેકેનિઝમ ઉભું કરવું પડશે. જેવું ટવિટરમાં થાય છે તેમ આ વેરીફિકેશનને કંપનીઓએ પબ્લિકમાં પણ બતાવવું પડશે. એક રિપોર્ટ મુજબ યુઝર્સે પોતાની કેવાઇસી કરાવવી પડશે.

તેના માટે પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઇડી અથવા પાસપોર્ટ જેવા સરકારી ડોક્યુમેન્ટ આપી શકશે. તેનાથી સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવી રહેલા નકલી એકાઉન્ટ હટાવવા અને તેમની જાણકારી મેળવવામાં સરકારને મદદ મળી શકે. આ ખરડો સંસદમાં પાસ થયા બાદ જો કે કંપનીઓ દ્વારા જો ખાનગી ડેટા ચોરવામાં આવશે તો જવાબદાર અધિકારીઓને ત્રણ વર્ષ સુધી જેલ પણ થઇ શકે છે.. તેમજ કંપનીએ 15 કરોડ રૂપિયા અથવા તેના વૈશ્વિક ટર્ન ઓવરનો ચાર ગણો દંડ આપવો પડી શકે છે.

READ ALSO

Related posts

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave

રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું

GSTV Web News Desk
GSTV