GSTV

ચેતવણી / 50 કરોડથી પણ વધારે Facebook Users ના ડેટા થયા હેક! ટેલિગ્રામ બૉટ એપ યુઝર્સ પણ સાવધાન : ચેક કરજો તમારો ડેટા તો નથી ને!

facebook

જો તમે (Telegram Bot App) ટેલિગ્રામ એપનો ઉપયોગ કરો છો તો આ ન્યુઝ આપની માટે ખૂબ જ અગત્યના છે. મળતી વિગતો અનુસાર, હેકર્સે ટેલિગ્રામ એપ બૉટનો ઉપયોગ કરીને ફેસબુક યુઝર્સ (Facebook Users) નો ડેટા હેક કરી લીધો છે અને એમાંય સૌથી હેરાન કરનારી બાબત એ છે કે, જે લોકોનો ડેટા ચોરી થયો છે તેમની સંખ્યા 50 કરોડથી પણ વધારે છે.

કયા ફેસબુક એકાઉન્ટને સૌથી વધારે ખતરો?

મળતી માહિતી અનુસાર ફેસબુક (facebook) એ એવો દાવો કર્યો છે કે, ‘આ બૉટ એવી ફેસબુક આઇડી પર કામ નથી કરતું કે જેઓએ ડેટા લીકનો ખતરો ખતમ થયા બાદ બનાવ્યા હતાં. તેમાં એવાં એકાઉન્ટ્સની વિશે કોઇ જ જાણકારી નથી આપવામાં આવી કે જેઓએ વર્ષ 2019ની પહેલા બનાવવામાં આવ્યા હતાં.

સંશોધકે અસુરક્ષિત સર્વરની ઓળખ કરી હતી

વર્ષ 2019માં એક સંશોધકે એક અસુરક્ષિત સર્વરની ઓળખ કરી હતી, ત્યારે આ સર્વર પર લગભગ 42 કરોડ રેકોર્ડ ઉપલબ્ધ હતાં, જેમાં અમેરિકા અને બ્રિટેનના 15 કરોડ યુઝર્સના ડેટા પણ શામેલ હતાં. એવું માનવામાં આવી રહ્યું છે કે, હેકર્સે એટલાં માટે ટેલિગ્રામ બૉટ એપનો ઉપયોગ કર્યો છે જેથી બિલકુલ સરળતાથી ફેસબુક યુઝર્સની કોન્ટેક્ટ ડીટેલ્સ ચોરી કરી શકાય.

ટેલિગ્રામ બૉટ એપ પાસે 19 દેશોના યુઝર્સના ડેટા

મળતા સમાચાર મુજબ, જે એપના આધારે હેકર્સે ડેટા ચોરી કર્યા છે તે ટેલિગ્રામ બૉટ એપની ઓળખ છેક 19 દેશો સુધી છે. ટેલિગ્રામ બૉટ એપને લઇને કરવામાં આવેલા એક ટેસ્ટમાં એમ પણ જાણવા મળ્યું છે કે, હેકર્સ એવાં યુઝર્સનો ડેટા એક્સેસ નહીં કરી શકે કે જે સામાન્ય રીતે પોતાના નંબરને પ્રાઇવેટ રાખે છે.

READ ALSO :

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!