GSTV

ફેસબુકનું ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયુ હૅક, દુબઈના આ મોટા હૅકિંગ ગ્રુપનો છે હાથ

Last Updated on February 8, 2020 by Mansi Patel

દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા સાઈટ ફેસબુકના ટ્વીટર, ઈન્સ્ટગ્રામ અને મેસેન્જર એકાઉન્ટ હૅક થવાનાં એહવાલ છે. આ હૅકિંગને હૅકિંગ ગ્રુપ OurMineએ અંજામ આપ્યો છે. જોકે, હવે બધા જ એકાઉન્ટને રી-સ્ટોર કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા અવરમાઈન ગ્રૂપે ગુગલના સીઈઓ સુંદર પિચાઇ, ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ અને ટ્વિટર સીઈઓ જેક ડોર્સીના એકાઉન્ટ્સ હેક કર્યા હતા. આ જ ગ્રુપે આ વર્ષે જાન્યુઆરીમાં યુએસ નેશનલ ફુટબૉલ લીગ ટીમનું એકાઉન્ટ હેક કર્યું હતું.

અવરમાઈને ફેસબુકનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું અને પોસ્ટ કર્યું, ‘હાય, અમે લોકો અવરમાઈન છીએ. વેલ, ફેસબુકને પણ હેક કરી શકાય છે, પરંતુ તેની સુરક્ષા ટ્વીટર કરતા વધુ મજબૂત છે. તમારા ખાતાની સુરક્ષા વધારવા માટે, અમારો સંપર્ક કરો: [email protected] સુરક્ષા સેવા માટે ourmine.org પર વિઝીટ કરો.

ફેસબુકે પણ હૅકિંગની પુષ્ટિ કરતાં જણાવ્યુ છેકે, અમુક કોર્પોરેટ સોશિયલ એકાઉન્ટને હૅક કરવામાં આવ્યુ હતુ. જેને હવે રિસ્ટોર કરવામાં આવ્યુ છે. તો ટ્વીટરે પણ ફેસબુકનું ખાતુ હૅક ખવાની પુષ્ટિ કરી હતી.ટ્વીટરે કહ્યુ છેકે, હૅકિંગની જાણકારી મળતા જ ખાતાને લોક કરી દેવામાં આવ્યુ હતુ.અવરમાઈન ગ્રુપ વર્ષ 2016થી એક્ટિવ છે. કહેવામાં આવી રહ્યુ છેકે, આ ગ્રુપમાં દુબઈમાં અમુક યુવા છે. ફેસબુક એકાઉન્ટને ગયા મહિને ફુટબૉ લીગ ટીમનું ખાતો જે રીતે હૅક કરાયુ હતુ તેજ રીતે હૅક કરાયુ હતુ. આ ગ્રુપને Marvels ઈંટરટેનમેન્ટનું પણ ટ્વીટર ખાતું હૅક કરવામાં આવ્યુ હતુ.

તો ટ્વીટરે અવરમાઈનના ટ્વીટર એકાઉન્ટને સસપેન્ટ કરી દીધુ છે. અવરમાઈન ગ્રુપની પોતાની એક સાઈટ પણ છે. જેમાં તે હૅકિંગના રિપોર્ટની લીંક પણ શેર કરે છે. OurMine  દુબઈનું હૅકિંગ ગ્રુપ છે. આ પહેલાં આ ગ્રુપે ઘણા હાઈ પ્રોફાઈલ અને મોટી કંપનીઓનાં એકાઉન્ટને હૅક કર્યા છે. આ પહેલાં આ ગ્રુપે નેટફ્લિક્સ અને ESPNનું પણ એકાઉન્ટ હૅક કર્યુ છે. આ ગ્રુપનો દાવો છેકે, તે નબળી સિક્યોરિટીને બતાવવા માટે હૅક કરે છે. અને પીડિતને જણાવે છેકે, તેણે પોતાનું એકાઉન્ટ સિક્યોર કરવાની જરૂર છે.

READ ALSO

Related posts

હેલ્થ ટિપ્સ / આ ફૂડ કોમ્બિનેશન બની શકે છે તમારા શરીર માટે જીવલેણ, ભૂલથી પણ ના કરતા ટ્રાય નહીંતર…

Zainul Ansari

કામનું / ચાલતી ટ્રેનમાંથી મોબાઇલ ફોન બહાર પડી જાય તો આવી રીતે મેળવી શકો છો પરત, ભૂલથી પણ ચેઇન પુલિંગ ન કરતા

Zainul Ansari

વાઇરલ વિડીયો / લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન ધડામ કરતા પડી ગયા, વીડિયો જોઇને હસીને લોટપોટ થઈ ગયા લોકો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!