સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુકને 2.83 લાખ કરોડ (4 કરોડ ડોલર)નો દંડ ચૂકવવો પડશે. કંપનીએ પોતાના પ્લેટફોર્મ પર ચાલી રહેલી વીડિયો જાહેરાતોની સમય ગણતરી કરવામાં ભૂલ કરી હતી. અમેરિકાની ફેડરલ ટ્રેડ કમીશને કંપનીનાં જાહેરાતકર્તાઓની અરજી પર આ નિર્ણય આપ્યો છે.

જાહેરાતકર્તાઓએ 1.5 વર્ષ સુધી વધુ પૈસા ચૂકવવા પડ્યા
કંપનીના જાહેરાતકર્તાઓએ 2015 થી 2016 ની વચ્ચે 18 મહિના દરમિયાન વધુ પૈસા ચૂકવવા પડ્યા હતા. આ મામલે કેટલાક જાહેરાતકારોએ કંપની સામે સાન ફ્રાન્સિસ્કો કોર્ટમાં 2016 માં દાવો કર્યો હતો. જાહેરાતકારોએ આરોપ લગાવ્યો હતો કે કંપનીએ ફક્ત ત્રણ સેકંડ કરતા વધારે સમયવાળા વિડિઓઝ ગણ્યા છે અને ઓછા સમય વાળી જાહેરાતોને લિસ્ટમાંથી કાઢી નાંખ્યા હતા. આ સિવાય આર્ટિફિશયલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને સરેરાશ સમય પણ વધારવામાં આવ્યો હતો.

FTCની મદદ કરી રહ્યુ છે સ્નેપચેટ
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ફેસબુકની મુખ્ય હરીફ કંપની સ્નેપચેટ આ મામલે એફટીસીને મદદ કરી રહી છે. તેણે પ્રોજેક્ટ વોલ્ડેમોર્ટ હેઠળ ડોઝિયર તૈયાર કર્યું છે, જેમાં ફેસબુકના તમામ રહસ્યો છે. સ્નેપ અને ફેસબુક ઘણા સમયથી લડત ચાલી રહી છે. ફેસબુકે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્નેપચેટના ઘણા ફિચર્સ કોપી કર્યા છે. અગાઉ પણ કંપની ઉપર 34 હજાર કરોડનો દંડ કરવામાં આવ્યો હતો.

કંપનીની પાસે 2.7 અરબથી વધારે ગ્રાહકોનો ડેટા
ફેસબુકના સીઇઓ અને સ્થાપક માર્ક ઝુકરબર્ગ કરારના અમલીકરણ માટે વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે. ફેસબુક પાસે 2.7 અબજથી વધુ ગ્રાહકોનો ડેટા છે. યુવાન અરબપતિએ તેની કંપની કરારનું પાલન કરી રહી છે તે અંગેનું પ્રમાણપત્ર આપવા માટે ત્રણ મહિનાના અંતરે એફટીસી પર જવું પડશે.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….