GSTV
Gujarat Government Advertisement

ટેક્નોલોજી / facebook લૉન્ચ કરવા જઇ રહ્યું છે બે કેમેરાવાળી ફર્સ્ટ સ્માર્ટવૉચ, ફીચર્સ જાણીને ચોંકી ઉઠશો

Last Updated on June 10, 2021 by Dhruv Brahmbhatt

ફેસબુક ટૂંક સમયમાં જ માર્કેટમાં પોતાની પ્રથમ સ્માર્ટવોચ લોન્ચ કરી શકે છે. સોશિયલ મીડિયા જાયન્ટ અહીંયા બે ડિટેચેબલ કેમેરાઓ સાથે આ સ્માર્ટવોચને લોન્ચ કરવાની તૈયારી કરી ચૂક્યું છે. એવું કહેવાઇ રહ્યું છે કે, તેમાં હાર્ટ રેટ મોનિટ ફીચર પણ આપવામાં આવશે. ફેસબુકએ અત્યાર સુધી કોઇ પણ ગેજેટ લોન્ચ નથી કર્યું. કંપનીએ વીડિયો કોલિંગ ડિવાઇસ જેવાં પોર્ટ અને પોર્ટલ પ્લસ જરૂરથી લોન્ચ કર્યાં છે. પરંતુ તેમાંથી કોઇને પણ ભારતમાં લોન્ચ નથી કરવામાં આવેલ.

પરંતુ હવે માર્ક ઝુકરબર્ગની કંપની સ્માર્ટવોચ માર્કેટમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. અહીં સૌથી રસપ્રદ એ બાબત જોવા મળી શકે છે કે આ એ છે કે, શું તે સ્માર્ટવોચ એપલ વોચને ટક્કર આપશે. મળતા રિપોર્ટ અનુસાર, આ સ્માર્ટવોચને ફેસબુક વર્ષ 2022માં લોન્ચ કરી શકે છે.

આ હશે ખાસ ફીચર્સ

સ્માર્ટવોચ અહીં ડિસ્પ્લે અને બે કેમેરા સાથે આવશે. તેનાથી યુઝર્સ વીડિયો અને ફોટો લઇ શકશે તો તેને રિમુવ પણ કરી શકશે. વોચમાં ફ્રન્ટમાં એક કેમેરો પણ આપવામાં આવશે અને એક કેમેરો બેકમાં. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, યુઝર્સ આ વોચી મદદથી વીડિયો કોલ પણ કરી શકશે. ફ્રન્ટમાં જે કેમેરો આપવામાં આવશે તે વીડિયો કોલિંગ માટે હશે. જો કે, બીજા કેમેરાને નીકળી પણ શકાય છે.

ફેસબુક અહીં અન્ય કંપનીઓ સાથે એક્સેસરીઝને લઇને વાતચીત કરી રહી છે કે જેમાં બેકપેર અને બાકીની ચીજો શામેલ છે. રિપોર્ટ અનુસાર, ઝુકરબર્ગ ઇચ્છે છે કે, તે લોકો આ સ્માર્ટવોચનો બરાબર ઉપયોગ કરે. કંપનીએ જો કે, અહીં કન્ઝ્યુમર ડિવાઇશ માટે અન્ય પણ પ્લાનિંગ કરી રાખેલ છે.

વૉચની કિંમત 29 હજાર રૂપિયા સુધીની હોઇ શકે છે

ફેસુબક સ્માર્ટવોચની વધુ એક ખાસ બાબત એ છે કે, આ વોચને ચલાવવા માટે તમારે સ્માર્ટફોન કનેક્શનની જરૂરિયાત નહીં પડે. સોશિયલ મીડિયા જાયન્ટ અહીં મોટા અમેરિકી કેરિયર સાથે કામ કરી રહેલ છે કે જેનાથી LTE કનેક્ટિવિટીનો સપોર્ટ મળી શકે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે, વૉચ વ્હાઇટ, બ્લેક અને ગોલ્ડ કલર વિકલ્પમાં ઉપલબ્ધ હશે. આ સાથે વૉચની કિંમત 29 હજાર રૂપિયા સુધીની હોઇ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari

નવો મોરચો/ 5 મીનિટમાં ભારતમાં એરસ્ટ્રાઈક કરી શકાય તે એરબેઝ પર પાકિસ્તાને જેએફ-17 ફાઇટર જેટને તૈનાત કર્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!