GSTV

ફેસબુકમાં પણ ટીકટોકની જેમ શોર્ટ વીડિયો બનાવી શકાશે, આ ફિચરનું ભારતમાં થઈ રહ્યું છે ટેસ્ટીંગ

ફેસબુક આ સમયે પોતાના એપ્લીકેશનમાં ટિકટોકની જેમ શોર્ટ વીડિયોના ફિચરને ટેસ્ટ કરી રહ્યું છે. ફેસબુક એપ્લીકેશનમાં તેના માટે અલગથી શોર્ટ વીડિયો નામનુ સેક્શન છે. આ ફેસબુક ફિડમાં જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે તેમાં ક્રિએટ બટન પણ ઉપલબ્ધ છે. ક્રિએટ બટન ઉપર ક્લિક કરતા જ ફેસબુક એપ્લીકેશનમાં કેમેરા ઓપન થાય છે. જેનાથી ટિકટોકની જેમ વીડિયો શૂટ કરી શકાય છે. તે સિવાય અન્ય યુઝર્સના શૂટ કરેલા વીડિયો જોવા માટે ટિકટોકની જેમ ઉપરની તરફ સ્વાઈપ કરવાનું રહેશે.

ફેસબુકે શોર્ટ વીડિયોનું ઓપ્શન

તાજેતરમાં ભારતમાં કેન્દ્ર સરકારે શોર્ટ વીડિયો એપ્લીકેશન ટિકટોકને બેન કરી દીધું છે. ટિકટોક લોકોની વચ્ચે ઘણી પ્રખ્યાત થઈ ગઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે, ફેસબુકે તેની ઉણપ પુરી કરવા માટે આ ફિચરને લોન્ચ કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ફેસબુકે શોર્ટ વીડિયોની એપ્લીકેશન અલગથી લોન્ચ કરી હતી. જેનું નામ લાસો હતું. પરંતુ તે વધારે પ્રખ્યાત ન બની. જે બાદ ફેસબુકે તેને બંધ કરી દીધી હતી. ભારતમાં ટિકટોકના યુઝર્સની સંખ્યા બહુ વધારે છે. ટિકટોકના સ્વામિત્વ ધરાવતી કંપની બાઈટ ડાંસે ફરીથી ભારતમાં પ્રવેશ માટેનો રસ્તો શોધી રહ્યો છે. ત્યારે બીજી કંપનીઓ આ તકનો ફાયદો ઉઠાવવા માગે છે.

ફેસબુકના દૈનિક યુઝમાં નોંધાયો વધારો

સુત્રો પ્રમાણે ટિકટોકના બેન થયા બાદ ફેસબુકનું દૈનિક યુઝ અને એંગજમેંટમાં આશરે 25 ટકાના વધારો થયો છે. ટિકટોક બેન થયા બાદ ઘણી અન્ય કંપનીઓએ પણ યુઝરને આવું જ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે. યુટ્યુબમાં ફેસબુકની જેમ જ શોર્ટ વીડિયોના નામથી સેક્શન બનાવ્યું છે. જો કે હાલમાં તે ટેસ્ટીંગના સમયગાળામાં છે.

Related posts

ખેડુતો માટે આવ્યા રાહતના સમાચાર, આ તારીખથી ગુજરાતમાંથી ચોમાસું વિધિસર રીતે લેશે વિદાય

Nilesh Jethva

કાશ્મીરની આ મહિલા ફૂટબોલરે ‘કેપ્ટન કૂલ’ ધોનીને પોતાનો આદર્શ ગણાવ્યો

Mansi Patel

સુરતમાં હત્યાનો સીલ સિલો યથાવત, ભટાર વિસ્તારમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!