GSTV

ઝટકો/ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફેસબુકની મોટી કાર્યવાહી, આટલા વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધું અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનું એકાઉન્ટ

ટ્રમ્પ

Last Updated on June 5, 2021 by Bansari

જગત જમાદાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પર ફૅસબુક દ્વારા કડક કાર્યવાહી કરાઈ. જેના ભાગરૂપે ટ્રમ્પનું એકાઉન્ટ 2023 સુધી સસ્પેન્ડ કરી દીધું હતું. જેથી હવે ટ્રમ્પ આગામી બે વર્ષ સુધી ફૅસબુકનો ઉપયોગ નહીં કરી શકે. ફૅસબુકે એવી પણ જાહેરાત કરી છે કે, તે ભવિષ્યમાં નિયમો તોડનાર નેતાઓ સાથે આવો જ વ્યવહાર કરશે.

ટ્રમ્પ

ફૅસબુકનો આ નિર્ણય 75 મિલિયન અને અન્ય લોકોનો અનાદર

ફૅસબુક અનુસાર, ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્શન સાત જાન્યુઆરીએ અમેરિકામાં હિંસા થયા બાદ પહેલીવાર સસ્પેન્ડ કરાયું હતું. ટ્રમ્પનું એકાઉન્ટ ઓછામાં ઓછું બે વર્ષ સુધી સસ્પેન્ડ રહેશે. તો આના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, આ ફૅસબુકનો આ નિર્ણય 75 મિલિયન અને અન્ય લોકોનો અનાદર છે. જેને 2020ના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપ્યો હતો.

ટ્રમ્પ

આ કારણે ફેસબુકે સસ્પેન્ડ કર્યુ ટ્રમ્પનું એકાઉન્ટ

મતદાતાઓને ચૂપ કરાવવા ફૅસબુકે આવું નહોતું કરવું જોઈએ. અંતમાં જીત અમારી જ થશે. ફૅસબુક અનુસાર, ટ્રમ્પો પોતાના પ્લેટફોર્મ બહાલ કરવા જાહેર સુરક્ષા જોખમ ઓછી કરવું પડશે. ફૅસબુકે એવું પણ જણાવ્યું કે, આની માટે હિંસાની ઘટના, શાંતિપૂર્ણ સભા પર પ્રતિબંધ અને નાગરિક અશાંતિ જેવી ચીજોનું મૂંલ્યાંકન કરાશે. ત્યાર બાદ જ ટ્રમ્પનું એકાઉન્ટ બહાલ કરવામાં આવશે.

Read Also

Related posts

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave

મોટી જાહેરાત / સરકાર ટૂંક સમયમાં નવી સહકારિતા નીતિ લાવશે, 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા પર નજર

Zainul Ansari

UNSCમાં પીએમ મોદીનું સંબોધન/ ભારતનો વિકાસ થાય છે ત્યારે દુનિયા બદલાય છે, નામ લીધા વગર પાકિસ્તાન પર કર્યો પ્રહાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!