GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

પ્રાઈવસી મુદ્દે ફેસબુકે ભર્યું મોટું પગલું, દસ હજાર એપ્લિકેશનને કરી નવરી બજાર

સોશિયલ મિડીયાની જાયન્ટ કંપની ફેસબૂકે શુકેરવારે જણાવ્યુ છે કે તેણે તેના પ્લેટફઓર્મ પર દસ હજારથી પણ વધારે એપને સસ્પેન્ડ કરી છે. પ્રાઇવસી રિવ્યુના પરિણામ સ્વરૂપે કંપનીએ આ પગલુ લીધુ હોવાનું જણાવ્યુ છે.

કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ બાદ ફેસબૂકે પ્રાઇવસી રિવ્યુ અભિયાન લોન્ચ કર્યુ હતું. 2018ના વર્ષમાં ફેસબૂક ઉપર વપરાશકર્તાના ડેટા તેમની જાણ બહાર વેચવા અને ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. જેના પગલે ફેસબૂકના માલિક ઝકરબર્ગને અમેરિકન સાંસદ સમક્ષ પણ ઉપસ્થિત થવુ પડયુ હતું.  ત્યારે ફેસબૂકે 400 ડેવલોપરના દસ હજારથી પણ વધારે એપને સસ્પેન્ડ કરી છે.

જો કે આ અંગે ફેસબૂકે જણાવ્યુ છે કે એવુ નથી કે આ એપ લોકો માટે નુકસાનકારક હતા, પરંતુ કેટલાક ડેવલોપરોએ ફેસબૂકે માંગેલી જાણકારી આપી નહોતી. આવા અલગ અલગ ઘણા કારણોસર આ એપને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ પણ જે એપ ઉપર શંકા હોય તેના પર તપાસ શરૂ છે.

ફેસબૂકે એક બ્લોગ પોસ્ટમાં લખ્યુ છે કે, હજુ સુધી પ્રાઇવસી રિવ્યુ પ્રક્રિયા પુર્ણ થઇ નથી. આ એપમાંથી ઘણી બધી એવી એપ હતી જે કામ કરતી નહોતી તેથી તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. કેટલીક એપ પર ફેસબૂકે સંપૂર્ણ રીતે પ્રતિબંધ મુક્યો છે. કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ બાદ ફેસબૂકે એપ ડેવલપર ઇન્વેસ્ટીગેશન પ્રોગ્રામ શરૂ કર્યો હતો.

2018ના વર્ષમાં ફેસબૂકે સ્વીકાર્યુ હતુ કે કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીએ ફેસબૂકના કરોડો વપરાશકર્તાનો ડેટા ચોરી કર્યો હતો. કેમ્બ્રિજ એનાલિટિકા રાજનૈતિક સલાહકાર કંપની છે,  જેણે 2016ના વર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે કામ કર્યુ હતુ. ફેસબૂકના યુઝર્સનો ડેટા ચોરી કરીને તેણે ચૂંટણી માટે ઉપયોગ કર્યો હતો.

આ અંગે ફેસબૂકના ઝકરબર્ગેે માફી પણ માંગી હતી. આ કૌભાંડ સામે આવ્યા બાદ ફેસબૂકે જણાવવ્યુ હતુ કે તે તેના પ્લેટફોર્મ પરની બધી એપની સમીક્ષા કરશે અને જાણકારી મેળવશે કે કઇ એપ કઇ રીતે ડેટાનો ઉપયોગ કરે છે. આ સમીક્ષાના ભાગરૂપે જ આ દસ હજાર એપને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

Cricket: આ કારણે ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન નાસિર હુસૈનને ખાસ નહોતા ગમતા આ ભારતીય પૂર્વ કપ્તાન

pratik shah

માંજલપુરની વૈષ્ણવ હવેલીમાં ખાસ પૂજા વિધિ યોજાઈ, કેસર સ્નાન સહિતની વિધિમાં વૈષ્ણવો જોડાયા

pratik shah

રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 2505 ચેપગ્રસ્તો નોંધાયા, પરિસ્થિતિ વધુ વિકટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!