GSTV
Home » News » ફેસબુક આપી રહ્યું છે તમને કમાવવાની તક, કરવાનું રહેશે આ કામ

ફેસબુક આપી રહ્યું છે તમને કમાવવાની તક, કરવાનું રહેશે આ કામ

જો તમે સોશિયલ મીડિયા પર પૈસા કમાવવાની ઈચ્છા રાખો છો તો આવી ગઈ છે ખુશખબર. દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક લોકોને પૈસા કમાવવાની તક આપી રહી છે. ફેસબુકે એક એપ લોન્ચ કરી છે. જેમાં તે પોતાના યુઝર્સને પૈસા આપશે. પૈસાના બદલે લોકોને પોતાની જાણકારી શેર કરવાની રહેશે.

આ એપનું નામ ફેસબુકે સ્ટડી આપ્યું છે. ફેસબુક કહે છે કે નવી એપ પાછલી બંને એપ કરતાં અલગ છે. નવી એપને ગૂગલ પ્લેમાં જઈને ડાઉનલોડ કરવાની રહેશે. જોકે ફેસબુકે કહ્યું છે કે ભવિષ્યમાં આ એેપને એપ્પલ સ્ટોરમાં લોન્ચ કરવામાં આવશે. આ એપના માધ્યમથી યુઝર્સની ઉપર નજર રાખવામાં આવશે.

આ એપ દ્વારા ફેસબુકને જાણ થશે કે યુઝર બીજી કઈ-કઈ એપનો ઉપયોગ કરે છે અને કઈ એપ પર શું કામ કરે છે. સાથે એ પણ જાણી શકાશે કે યુઝર કઈ એપ પર કેટલો સમય પસાર કરે છે. જોકે પ્રાઈવસીની વાત પર ફેસબુક કહે છે કે આ એપ યુઝરના એકાઉન્ટ અને પાસવર્ડની જાણકારી નહીં લે.

આ એપ યુઝરને સમયાંતરે જાણકારી આપશે કે તમારો ડેટા ભેગા કરવામાં આવે છે. કંપનીએ પણ જાહેર કર્યું છે કે આ એપને 18 વર્ષ અથવા તેનાથી ઉપરની ઉંમરના યુઝર જ ડાઉનલોડ કરી શકશે.

જોકે ફેસબુકે એ વાત નથી જણાવી કે એપના માધ્યમથી લોકોને કેટલા પૈસા આપવામાં આવશે. ફેસબુકે દાવો કર્યો છે કે આ પ્રકારની એપના માર્કેટ રિસર્ચથી યુઝરની પસંદગીનો ખ્યાલ આવશે, અને કંપની ખાલી તે જ ડિલીવરી કરશે. ફેસબુક જણાવે છે કે આ એપ ઈન્સ્ટોલ થયા પહેલાં અને ઈન્સ્ટોલ થયા બાદ યુઝર્સને આ પ્રોગ્રામ હેઠળ થનારા ડેટાના વપરાશની જાણકારી આપશે.

Read Also

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!