GSTV

Facebookના સ્થાપક ઝૂકરબર્ગ થશે ઘરભેગા ?: 4 શેરહોલ્ડર્સ આવ્યા વિરોધમાં

Last Updated on October 18, 2018 by Karan

સોશયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને સંચાલિત કરનારી કંપની ફેસબુક ઈન્કના ચાર મોટા અમેરિકી શેરધારકોએ સીઈઓ માર્ક ઝકરબર્ગને કંપનીના ચેરમેન પદેથી હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમનો આ પ્રસ્તાવ ઘણાં મોટા વિવાદીત ગોટાળાના સામે આવ્યા બાદ આવ્યો છે. આ શેરધારકોને આશા છે કે તેના પ્રસ્તાવને મોટા-મોટા એસેટ મેનેજરોનું પણ સમર્થન મળશે. ઈલિયોનિસ, રોડ આઈલેન્ડ અને પેન્સિવેનિયાથી સ્ટેટ ટ્રેઝરર્સ અને ન્યૂયોર્ક સિટી કમ્પ્ટ્રોલર સ્કોટ સ્ટ્રિંગરે સાથે મળીને આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આવો જ એક પ્રસ્તાવ 2017માં નામંજૂર થયો હતો.

જો કે 2017માં પણ આમાના ત્રણ શેરહોલ્ડરોએ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. ફેસબુકના મેજોરિટી શેયર ખુદ ઝકરબર્ગ પાસે છે. જેના કારણે આ બહારના પ્રસ્તાવો માત્ર સાંકેતિક ઠરાવો જ બનીને રહી જાય છે. શેરબજારને એપ્રિલમાં કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે.. ફેસબુકમાં ઝકરબર્ગની હિસ્સેદારી સાઠ ટકા જેટલી છે. રોડ આઈલેન્ડ સ્ટેટ ટ્રેઝરર સેત મેગજિનરે ક્હ્યુ છે કે તાજેતરનો પ્રસ્તાવ લાવવો ફેસબુકની સમસ્યા અને તેના સમાધાન માલે ધ્યાન ખેંચવાની દ્રષ્ટિએ સાર્થક છે.

મેગજિનરે એક ટેલિફોન ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે આનાથી તેમને વાર્ષિક બેઠકમાં આના પર સંવાદ શરૂ કરવાની મંજૂરી મળશે. જો કે ફેસબુકની એક પ્રવક્તાએ આના પર ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. મહત્વપૂર્ણ છે કે કેમ્બ્રિજ એનાલિટિકા નામની એક કંપનીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ગત ચૂંટણીમાં ફેસબુક ડેટાનો ઉપયોગ કર્યો હતો. આનો ખુલાસો થયા બાદ દુનિયાભરમાં હંગામો સર્જાયો હતો. બાદમાં ફેસબુકે કબૂલ્યું હતું કે લગભગ આઠ કરોડ સિત્તેર લાખ યૂઝર્સના ડેટા કેમ્બ્રિજ એનાલિટિકાની સાથે શેયર કર્યા હતા.

બાદમાં માર્ક ઝકરબર્ગે અમેરિકાની સંસદે તલબ કર્યા હતા અને ભારરત સરકારે પણ કંપનીને નોટિસ આપી હતી. કેમ્બ્રિજ એનાલિટિકા રાજકીય અને કોર્પોરેટ ગ્રાહકોના ઉપયોગ માટે સંશોધનથી લઈને લક્ષ્ય આધારીત એડવર્ટાઈઝિંગ અને અન્ય ડેટા સંબંધિત સેવાઓ આપે છે. આ કંપનીની ન્યૂયોર્ક, વોશિંગ્ટન, લંડન , બ્રાઝીલ અને મલેશિયા સહીતના દુનિયામાં ઘણાં સ્થાનોએ ઓફિસો આવેલી છે.

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!