GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

Facebookએ આ કંપનીઓને યૂઝર્સનો ડેટા વેચ્યો, રિપોર્ટમાં દાવો

ફેસબુક માટે ચાલુ વર્ષ સારું રહ્યું નથી. આખી દુનિયા જ્યાં ક્રિસમસની ઉજવણી કરી રહી છે, તો ફેસબુક માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુકે મોટી ટેક ફર્મને પોતાના યૂઝર્સનો ડેટા તેમની પરવાનગી વગર વેચી દીધો છે. ન્યૂયોર્ક ટાઇમની રિપોર્ટ મુજબ, સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકે માઇક્રોસૉફ્ટ, એમેઝોન, યાહૂ અને એપલને પોતાના યૂઝર્સનો ડેટા તેમની જાણકારી વગર આપી દીધો છે. ફેસબુક પહેલા પણ ડેટા શેરિંગને લઇને વિવાદમાં આવી છે.

ન્યૂયોર્ક ટાઇમ્સની આ રિપોર્ટ ઈન્ટરનલ રેકોર્ડ અને ઈન્ટરવ્યૂ પર આધારિત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાની મોટી ટેકનોલોજી કંપનીએ યૂઝર્સના પર્સનલ ડેટાને લીક કર્યો છે. આ ડેટા એવી કંપનીઓને આપવામાં આવ્યો છે, જે ફેસબુકની સાથે બિઝનેસ પાર્ટનર છે.

આ સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયાએ એમેઝોનને પણ પોતાના યૂઝર્સનો ડેટા આપ્યો છે. આ ડેટામાં યૂઝર્સનું નામ અને કૉન્ટેક્ટની જાણકારી છે. આ સાથે જ યાહૂને યૂઝર્સના મિત્રોની પોસ્ટ જોવા સુધીની છૂટ આપવામાં આવી છે. આ બધી ઘટના તે સમયે થઇ છે, જ્યારે ફેસબુકે દાવો કર્યો હતો કે તેણે ચાલુ વર્ષના પ્રારંભમાં આવા પ્રકારની બધી પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

તો માઇક્રોસૉફ્ટના સર્ચ એન્જિન બિંગે ફેસબુકના યૂઝર્સના મિત્રોના નામે સર્ચ કરવાનો એક્સેસ આપ્યો છે. આ ડેટા લીકમાં સ્પોટિફાઈ અને રૉયલ બેંક ઑફ કેનેડા પણ સામેલ છે. તેમણે યૂઝર્સના ખાનગી મેસેજને વાંચ્યા, લખ્યા અને ડિલીટ પણ કર્યા છે. તો ફેસબુકે એપલને આ બધા ઈન્ડિકેટરને હાઇડ કરવાની ક્ષમતા આપી, જે આઈ ડિવાઇસ યૂઝર્સથી ફેસબુક ડેટાને એક્સેસ માંગે છે. એપલ ડિવાઇસ દ્વારા કંપનીની પાસે યૂઝરના કૉન્ટેક્ટ અને કેલેન્ડરના એક્સેસ મળે છે. જોકે, એપલનું કહેવુ છે કે તેણે આ પ્રકારના કોઈ એક્સેસ અંગે કોઈ જાણકારી નહોતી.

READ ALSO

Related posts

પાડોશી પાકિસ્તાને તીડ મારવાની યોજના બનાવી, ગુજરાતે થાળી વગાડી ભગાડવાની યોજના બનાવી

Dilip Patel

રાજ્યનાં વિવિધ જીલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસ્યો મેહુલ્યો

pratik shah

સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો, ગૃહિણીનું ખોરવાશે બજેટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!