GSTV
Home » News » Instagram યૂઝર્સ ચેતી જજો! પાસવર્ડ થયા છે ફેસબુકના સર્વર પર સેવ

Instagram યૂઝર્સ ચેતી જજો! પાસવર્ડ થયા છે ફેસબુકના સર્વર પર સેવ

instagram password

ફેસબુકના સર્વર પર કરોડો ઈંસ્ટાગ્રામ યૂઝર્સના પાસવર્ડ ટેકસ્ટ ફોર્મેટમાં સ્ટોર થયા છે. કંપનીએ આ વાતની જાણકારી આપતા કહ્યું હતું કે સિક્યોરિટી ઈસ્યુના કારણે આ સમસ્યા સર્જાઈ હતી અને હવે તેને સુધારી લેવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે ગત માસમાં પણ કંપનીના સર્વર પર કરોડો ફેસબુક યૂઝર્સના પાસવર્ડ ટેક્સ્ટ ફોર્મેટમાં સેવ થયા હતા. જ્યારે હવે કંપનીએ જણાવ્યું છે કે ઈંસ્ટાગ્રામના યૂઝર્સની જાણકારી પણ સર્વર પર ઉપલબ્ધ હતી. 

સિક્યોરિટી ઈસ્યુના કારણે કરોડો ઈંસ્ટાગ્રામ યૂઝર્સ પ્રભાવિત થયા હતા. જો કે આ પાસવર્ડનો કોઈએ દુરઉપયોગ કર્યો નથી તેમ પણ કંપનીએ જણાવ્યું છે. કંપનીના અધિકારીના જણાવ્યાનુસાર ઈંટરનલ ડેટા સ્ટોરેજમાં યૂજર્સના પાસવર્ડ ટેક્સ્ટ ફોર્મેટમાં સ્ટોર થતા જોવા મળ્યા. ત્યારબાદ યૂઝર્સને આ વાતની સૂચના આપવામાં આવી અને તુરંત તેના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું. 

facebook down outage

માર્ચ માસમાં એક રીપોર્ટમાં સામે આવ્યું હતું કે 20થી 60 કરોડ ફેસબુક યૂઝર્સના પાસવર્ડ પ્લેન ટેક્સ્ટમાં સ્ટોર થયા હતા જેને ફેસબુકના 20 હજાર કર્મચારીઓ જોઈ શકતા હતા. આ ઉપરાંત તાજેતરમાં જ ફેસબુકના 15 લાખ યૂઝર્સના ઈમેલ પણ કોપી થયા છે. આ વાતનો સ્વીકાર પણ કંપનીએ ખુદ કર્યો છે. આ તમામ સમસ્યા ટેકનિકલ ખામીના કારણે થઈ હોવાનું કંપનીએ જણાવ્યું હતું.

Read Also

Related posts

અમદાવાદમાં દીક્ષા લઇ રહેલા મુમુક્ષુનો વર્ષીદાનનો વરઘોડો યોજાયો, મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર

Nilesh Jethva

ગુજરાત કોંગ્રેસનો આંતરિક વિખવાદ પહોંચ્યો ચરમસીમાએ, આ ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

SBIની ધમાકેદાર ઑફર, બસ કરો આ કામ અને ફ્રીમાં ઘરે લઇ જાઓ Hyundaiની આ ધાકડ કાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!