whatsappના જેવા જ વિકલ્પો મળશે Facebookમાં, થઈ રહ્યાં છે અા ફેરફાર

ફેસબુક મેસેન્જરમાં ટૂંક સમયમાં એક નવું ફિચર આવી રહ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ફેસબુક બધા વપરાશકર્તાઓ માટે અનસેંડ ફીચર લાવવાની વાત કરે છે પરંતુ ક્યારે લાવવામાં આવશે તે કોઈ ઉલ્લેખ નથી. અનસેંડ ફીચર એટલે કે મોકલેલો મેસેજ તમે પાછો લઈ શકો. વૉટસૅપમાં સમાન પ્રકારનું ફિચર છે કે ડિલીટ ફોર એવરિવન. ટેક ક્રન્ચના એક અહેવાલ મુજબ ફેસબુક દ્વારા મેસેન્જર માટે અનસેન્ડ ફીચર તૈયાર કરવામાં આવ્યું છે અને તેની ચકાસણી થઈ રહી છે. ટીપ્સલ જેન વોંગ એક સ્ક્રીનશૉટ ટ્વિટ કર્યો છે જે એન્ડ્રોઇડનો છે. આ સ્ક્રિનશોટમાં ફેસબુક મેસેન્જરનું કન્વર્ઝન દેખાય છે.

ડિલીટ મેસેજ ઉપર અનસેન્ડ મેસેજ દેખાય છે. અનસેન્ડ મેસેજ પર ટેપ કરવાથી તમે કન્ફર્મ કરી શકો છો. અહેવાલ મુજબ, ફેસબુક મેસેન્જરમાં આપેલ અનસેન્ડ ફિચર એક ચોક્કસ સમયમાં જ ઉપયોગ કરી શકાશે. જો કે તે સ્પષ્ટ નથી કે તેના માટે કેટલો સમય હશે.

ટેક ક્રન્ચના અનુસાર ફેસબુકના એક પ્રવક્તાએ કન્ફર્મ કર્યું છે કે ફેસબુક ફિચર્સ અને પ્રોડક્ટ્સની ટેસ્ટિંગ કરે છે અને પછીથી તેને જાહેર કરે છે. એપ્રિલમાં એક અહેવાલ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે માર્ક ઝુકરબર્ગ દ્વારા ફેસબુક વપરાશકર્તાઓને મોકલવામાં આવેલા કેટલાક સંદેશાઓ કાઢી નાખ્યાં છે. આનાથી આ પ્રશ્નો ઊભો થાય છે કે જ્યારે અનસેંડ ફિચર નથી તો આમ કરવું એ વપરાશકર્તાનો વિશ્વાસ તોડી નાખવા જેવી વાત થઈ અને પાવરનો ખોટો ઉપયોગ કર્યો કહેવાય.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter