થોડા સમય પહેલાં અહીં આપણે વાત કરી હતી કે વોટ્સએપના યૂઝર્સને ફેસબુકની (Facebook) મેસેન્જર રૂમ સર્વિસનો લાભ મળવા લાગશે. હવે તે વોટ્સએપના વેબવર્ઝન પર શક્ય બની ગયું છે. આવનારા સમયમાં તે વોટ્સએપની એપમાં પણ મળી જશે. અત્યારે તમે પીસી કે લેપટોપમાં web.whatshapp.com પર વોટ્સએપ વેબ વર્ઝનમાં જઈને આ લાભ લઈ શકો છો.

વેબવર્ઝનમાં ડાબી પેનલમાં જમણી તરફ ત્રણ ડોટ પર ક્લિક કરી મેનૂ ઓપન કરતાં તેમાં ‘ક્રિએટ એ રૂમ’નો વિકલ્પ મળશે. અહીંથી તમારા ફેસબુક એકાઉન્ટથી લોગઇન થઈને તમે આગળ વધી શકશો. એ સિવાય કોઈ પણ ચેટમાં એટેચમેન્ટ પર ક્લિક કરવાથી પણ રૂમ ક્રિએટ કરવાનો વિકલ્પ મળે છે. વોટ્સએપમાં અત્યારે આઠ લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી શકાય છે, પરંતુ વોટ્સએપમાંથી મેસેન્જર રૂમ ક્રિએટ કરીને ૫૦ લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી શકાય છે.
Read Also
- ૬૪ દિવસ અને ૭૩ મેચ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ- 15ની સિઝન હવે અંતિમ મુકામે, એ.આર. રહેમાન, રણવીર સિંહ સહિતના સ્ટાર પર્ફોર્મ કરશે
- સ્પાઈસજેટ પ્લેનના વિન્ડશિલ્ડનો બહારનો કાચ તૂટ્યો, ગોરખપુર જતી ફ્લાઈટ મુંબઈ પરત આવી
- BIG NEWS: મહારાષ્ટ્રની અઘાડી સરકાર લાદશે આકરા પ્રતિબંધો, કોરોનાના દરદીઓમાં વધારો થતા સરકારે આપ્યા સંકેતો
- IPL FINAL 2022: ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPLનો ગ્રાન્ડ ફિનાલે, રાત્રે 8.00 વાગ્યાથી મેચ થશે શરૂ
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ