GSTV
Home » News » Facebookથી ફરી એકવાર થઇ આટલી મોટી ભૂલ, લાખો Instagram યુઝર્સના પાસવર્ડ જાહેર કરી નાંખ્યા

Facebookથી ફરી એકવાર થઇ આટલી મોટી ભૂલ, લાખો Instagram યુઝર્સના પાસવર્ડ જાહેર કરી નાંખ્યા

ગત મહિને તે ખુલાસો થયો કે ફેસબુકના લાખો-કરોડો ઇન્સ્ટાગ્રામ યુઝર્સનો પાસવર્ડ અસુરક્ષિત રીતે સ્ટોર કર્યા. અસુરક્ષિત એટલે કે પ્લેન ટેક્સ્ટમાં સ્ટોર કરવામાં આવ્યા. સામાન્ય રીતે પાસવર્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. જેથી ચોરી થયા બાદ પણ તેને ડીકોડ ન કરી શકાય. પ્લેન ટેક્સ્ટમાં પાસવર્ડ સ્ટોર કરવા એ ગંભીર સમસ્યા છે. હવે ફેસબુકે આ વાત સ્વીકારી છે.

એક અહેવાલ અનુસાર ફેસબુકે તે કન્ફર્મ કર્યુ છે કે ગત મહિને પાસવર્ડ સાથે સંબંધિત સિક્યોરીટીમાં ખામી સર્જાઇ હતી જેના કારણે લાખો ઇન્સ્ટાગ્રામ યુઝર્સ પ્રભાવિત થયા હતાં.

ફેસબુકે જણાવ્યું કે, અમે ઇન્સ્ટાગ્રામના એડિશનલ લૉગ મેળવ્યા છે જ્યા પાસવર્ડ રીડેબલ ફોર્મેટમાં સ્ટોર કરવામાં આવ્યાં હતા. અમને અંદાજ છે કે આ સમસ્યાથી 10 લાખથી વધુ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ પ્રભાવિત થયા છે. અમે પહેલા જેમ યુઝર્સને નોટિફાય કર્યા હતાં તેમ હવે અન્યને પણ કરીશું.

ફેસબુકે એક નિવેદનમાં જણાવ્યું કે અમારી તપાસમાં જાણવા મળ્યુ કે સ્ટોર કરવામાં આવેલા પાસવર્ડનો ખોટો ઉપયોગ કરવામાં નથી આવ્યો અને તેને કોઇએ ખોટી રીતે એક્સેસ પણ નથી કર્યા.

જો કે યુઝર્સે પરેશાન થવાની જરૂર નથી તેમ ફેસબુકે જણાવ્યટું હતું. કારણ કે પાસવર્ડ કોઇએ યુઝ નથી કર્યા. ફેસબુકે ગત મહિને કહ્યું હતું કે કોઇ ઇન્ટરનલે પાસવર્ડ યુઝ નથી કર્યા.

આખરે ફેસબુક જે પણ કહે પરંતુ યુઝર્સની સિક્યોરીટીને લઇને તે ગંભીર છે. થોડા સમયથી ફેસબુક નાની-મોટી ભૂલો કરી રહ્યું છે અને આ જ કારણે કંપની સતત સવાલોમાં ઘેરાઇ રહી છે.

Read Also

Related posts

મા આશાપુરાના દર્શનાર્થ આવતા લાખો પદયાત્રીઓ માટે જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Nilesh Jethva

સલમાનની પાછળ IIFAમાં ગયેલુ કુતરૂ બની ગયૂં સ્ટાર, એંકરે લીધુ ઈન્ટરવ્યું

Kaushik Bavishi

થરાદમાં વિધાનસભા ચૂંટણી જાહેર થતા આદર્શ આચાર સંહિતાનો અમલ થયો ચાલુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!