GSTV

છેલ્લા 3 મહિનામાં Facebook એ હટાવી 70 લાખથી વધુ પોસ્ટ, કારણ જાણીને ચોંકી જશો

કોરોના વાયરસ પર ભ્રામક અને ખોટી જાણકારી ફેલાવનારી પોસ્ટના વિરુદ્ધમાં સતત Facebookની કાર્યવાહી ચાલી રહી છે, સોશ્યલ મીડિયા જાયન્ટ એવા ફેસબૂક દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું છે કે તેણે બીજા ક્વાર્ટરમાં કોરોના વાયરસ સાથે સંકળાયેલી 70 લાખ નકલી પોસ્ટ ડીલીટ કરી દીધી છે. જેમાં, કોરોના વાયરસથી બચવા માટેના અવિશ્વસનીય ઉપાયોને લઈને જોડાયેલી પણ અનેક પોસ્ટ સામેલ છે.

Facebook એ જાહેર કર્યો છઠ્ઠો કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ રિપોર્ટ

Facebook એ છઠ્ઠા કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ ઇન્ફોર્સમેન્ટ રિપોર્ટ હેઠળ આ આંકડા જાહેર કર્યા છે. કંપનીએ જણાવ્યું છે કે તે આગામી વર્ષથી રિપોર્ટમાં આપવામાં આવેલા આંકડાઓના ઓડિટ માટે બહારના વિષય નિષ્ણાતોને પણ આમંત્રણ આપશે. ફેસબુકે જણાવ્યું છે કે તે  પ્લેટફોર્મ પર ભ્રામક અને ખોટી જાણકારીને ફેલાતી રોકવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં સતત કામ કરવામાં આવી રહયું છે.

આતંકી સંગઠનો સાથે જોડાયેલા 87 લાખ પોસ્ટ કરી ડીલીટ

સોશ્યલ મીડિયા કંપની Facebookએ વર્ષના બીજા ક્વાર્ટરમાં પોતાની ફ્લેગશિપ એપ પરથી ઘૃણા ફેલાવનારા 2.25 કરોડ ભાષણોને પણ હટાવી દીધા છે. પહેલા ક્વાર્ટરની સરખામણીમ આ આંકડો ઘણો વધારે છે. તો સાથે જ, ફેસબુક દ્વારા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લગભગ 87 લાખ પોસ્ટ પણ ડીલીટ કરી દેવામાં આવી છે. જોકે, કંપની તરફથી ઓર્ગેનાઇઝડ હેટ સ્પીચ ફેલાવવાનાર સમૂહો વિરુદ્ધ ગત ક્વાર્ટર કરતા ઓછી કાર્યવાહી કરવામાં આવી છે.

ફેક ઇન્ફોર્મેશન સામે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફ્રન્ટ ફુટ પર

Facebook એ જણાવ્યું કે એપ્રિલમાં સામગ્રીની સમીક્ષા માટે તે ઓટોમેશન પર વધુ નિર્ભર રહી છે કારણ કે કોવિડ-19 મહામારીને કારણે તેની ઓફિસોમાં સમીક્ષકોની હાજરી ઘણી માર્યાદિત હતી. આને કારણે તે આપઘાત અને બાળ યૌન શોષણથી જોડાયેલી સામગ્રી વિરુદ્ધ વ્યાપક સ્તર પર કાર્યવાહી નહિ કરી શકાઈ. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને લઈને સોશ્યલ મીડિયા પર સતત ખોટી જાણકારી પ્રસારિત કરવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને ફેસબુક અને ટ્વીટર જેવી કંપનીઓએ ભ્રામક જાણકારી ફેલાવનારાઓ વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

MUST READ:

Related posts

કૃષિ બિલનો વિરોધ/ ગુજરાતમાં ખેડૂતોએ રોષ દાખવી માલ જ ન મોકલ્યો, મહેસાણામાં સૌથી વધારે અસર

pratik shah

SBIના ગ્રાહક ધ્યાન આપો! 1 ઓક્ટોમ્બરથી બદલાઈ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Arohi

બિહાર ઈલેક્શન: Corona દર્દીઓ પણ આપી શકશે વોટ, એક કલાક સુધી વધારવામાં આવી સમય મર્યાદા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!