સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફેસબુકને થયો 5.14 અબજ ડૉલરનો નફો

સોશિયલ મીડિયા કંપની ફેસબુકનો નફો 30 સપ્ટેમ્બરે સમાપ્ત ત્રણ મહિનામાં નવ ટકા ઉછળીને 5.14 અબજ ડૉલર પહોંચ્યો હતો. કંપનીની મહેસૂલ પણ આ દરમ્યાન 33 ટકા વધીને 13.7 અબજ ડૉલર રહીં. જોકે, ફેસબુકનું પરિણામ વિશ્લેષકોના અનુમાનથી વધારે સારું રહ્યું. પરંતુ સરેરાશ સમયગાળા દરમ્યાન નવા જોડાયેલા વપરાશકારોની સંખ્યા અનુમાનથી ઓછી રહીં. છેલ્લા કેટલાંક સમયમાં કંપની સતત વિવાદોમાં ફસાયેલાનું કારણ બની.

દરમ્યાન ફેસબુકે વપરાશકારોની જાણકારીઓ શેર કરવાની નવી નીતિઓની જાહેરાત મંગળવારે કરી. કંપની હવે પહેલાની સરખામણીમાં મર્યાદિત રૂપે આ જાણકારી શેર કરશે. કંપનીએ પોતાની સેવાઓના ખરાબ તત્વો દ્વારા થતાં દુરૂપયોગ રોકવા માટે પૈસા નાખવાની પણ જાહેરાત કરી હતી. પરિણામ તથા આવનારા સમયના પડકારોની જાહેરાત તથા અવસરો અને વપરાશકારોના બદલાતા વ્યવહાર વગેરે વિશે કંપની દ્વારા જાણકારી આપ્યા બાદ તેના શેરોમાં ઘણાં ઉતાર-ચઢાવ જોવા મળ્યાં.

ન્યૂયોર્કના નાસડેકમાં કંપનીનો શેર પહેલા ઉછળ્યો અને પછી કડાકામાં આવ્યો અને અંતમાં 3.1 ટકાની ગતિ સાથે 150.80 ડૉલર પહોંચી ગયો. સરેરાશ સમયગાળા દરમ્યાન કંપનીના વપરાશકારોની સંખ્યા 10 ટકા માસિક દરે વધી અને 2.27 અબજ ડૉલર પહોંચી. જોકે, વિશ્લેષકોને વૃદ્ધિ તેનાથી વધુ રહેવાની આશા હતી. આ દરમ્યાન કંપનીના કર્મચારીઓની સંખ્યા સરેરાશ સમયગાળા દરમ્યાન વાર્ષિક 45 ટકા વધીને 33,606 પર પહોંચી ગઈ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter