GSTV

Facebook પર આવ્યું ગજબનું ફીચર, યુઝર્સ લોક કરી શકશે પોતાની પ્રોફાઇલ

Facebook

ફેસબુક (Facebook) તરફથી એક નવા સેફટી ફિચરને ભારતમાં ઇન્સ્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, જેની મદદથી યુઝર્સ પોતાના પ્રોફાઇલ લોક કરી શકે છે. આવુ કર્યા બાદ તેની તરફથી શેર કરવામાં આવેલા ફોટો અથવા પોસ્ટ ફક્ત તેના ફ્રેન્ડ્સ જ જોઇ શકશે. અન્ય યુઝર્સ તેની પ્રોફાઇલ તો જોઇ શકશે પરંતુ કોઇ પોસ્ટ નહી જોઇ શકે. આ ફીચર તે યુઝર્સ માટે ઘણા કામનું છે, જે વધુ ડિટેલ્સ સોશિયલ મીડિયા પર શેર ન કરવા માગતા હોય અને પોતાની પોસ્ટ ફક્ત કેટલાંક લોકો સાથે શેર કરવા માગે છે.

સોશિયલ મીડિયા નેટવર્ક પર તમામ ઇન્ડિયન યુઝર્સને આ ફીચર આગામી અઠવાડિયાથી મળવાનું શરૂ થઇ જશે. ફેસબુકના પ્રોડક્ટ મેનેજર રોક્સેના ઇરાનીએ કહ્યું કે આ ફીચર પ્રોફાઇલ પિક્ચર ગાર્ડ સફળ રહેવા અને યુઝર્સનુ ફીડબેક મળ્યા બાદ લાવવામાં આવ્યું છે. ઇરાનીએ કહ્યું, અમે સૌપ્રથમ પ્રોફાઇલ સાથે શરૂઆત કરી કારણ કે મોટાભાગની મહિલા યુઝર્સ નર્વસ ફીલ કરતી હતી કે તેનો ફોટો ડાઉનલોડ અને શેર કરી શકાય છે. આ જ કારણ છે કે ફેસબુક તરફથૂ સૌપ્રથમ પ્રોફાઇલ પિક્ચર ગાર્ડ ફીચર લાવવામાં આવ્યું હતું.

Facebook

લૉક થશે પ્રોફાઇલ

ફેસબુક તરફથી કહેવામા આવ્યું છે કે યુઝર્સનો પ્રોફાઇલ ફોટો ઉપરાંત અન્ય પોસ્ટ્સ અને ફોટોઝનો પ્રોટેક્ટ કરવાની જરૂર લાગી. આ જ કારણ છે કે કંપની યુઝર્સના ફીડબેકને સમજતાં નવો પ્રોફાઇલ લોક ઓપ્શન લઇને આવી છે. એકવાર પ્રોફાઇલ લોક ઇનેબલ થવા પર પબ્લિક યુઝર્સને ફક્ત પ્રોફાઇલ ફોટો જોવા મળશે અને અન્ય ડિટેલ્સ જોવાનો ઓપ્શન નહી મળે. એક બ્લૂ બેજ દેખાડશે કે પ્રોફાઇલ લોક્ડ છે અને યુઝરની ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ થયા બાદ જ અન્ય ડિટેલ્સ અને પોસ્ટ જોઇ શકાશે.

અહીં મળશે ઓપ્શન

નવા ફીચર પ્રોફાઇલમાં ‘more options’ પર જઇને એક્સેસ કરી શકાશે. પ્રોફાઇલમાં ‘more options’પર ટેપ કરવા પર યુઝર્સને Lock Profile જોવા મળશે. જેના પર ટેપ કરીને પ્રોફાઇલ લોક કરી શકાશે. આમ કરતી વખતે ફેસબુક યુઝર્સને સ્પષ્ટ થઇ જશે કે પ્રોફાઇલ લોક કરવાનો અર્થ શું છે અને તે બાદ કઇ ડિટેલ્સ પબ્લિક યુઝર્સને નહી જોવા મળે. ફરી એકવાર આ ફીચર એક્ટિવ થયા બાદ યુઝર કોઇ પબ્લિક પોસ્ટ નહી કરી શકે અને એક પૉપ-અપ જણાવશે કે પ્રોફાઇલ લૉક છે.

facebook

કરી શકાશે ટેગ

કંઇક આ જ પ્રકારની પ્રોફાઇલ લૉક હશે તો પણ તમે બીજાને ટેગ કરી શકશો પરંતુ પ્રોફાઇલ લોક હોવા પર ત્યારે ફોટો તેની ટાઇમલાઇન પર દેખાશે. જ્યારે તે અલાઉ કરશે. ફેસબુક ઇન્ડિયાની પબ્લિક પોલીસી ડાયરેક્ટર અંખી દાસે જણાવ્યું કે સોશિયલ નેટવર્કે તે નક્કી કરતાં નવુ ફીચર ઇન્ટ્રોડ્યુસ કર્યુ છે કે તેના વિશે યુઝર્સને પૂરી જાણકારી મળે. સાથે જ યુઝર્સ તેની મદદથી પોતાનો ડેટા અને પ્રાઇવસીને પ્રોટેક્ટેડ રાખી શકે અને પોતાને પ્રોટેક્ટ પણ કરી શકે.

Read Also

Related posts

અમદાવાદ/ નરોડમાં ગુમ થયેલા બંને બાળકો ગણતરીની કલાકોમાં મળી આવ્યા

Pravin Makwana

આઇપીએલમાં અત્યાર સુધીમાં બીજી બેટિંગ કરનારી ટીમે વધારે સિક્સર ફટકારી છે

Mansi Patel

આઈપીએલમાં દિલ્હીને હરાવી વિજયનું ખાતું ખોલ્યા બાદ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે કહી આ વાત

Karan
Do NOT follow this link or you will be banned from the site!