GSTV

Facebook લાવી રહ્યુ છે જોરદાર ફીચર્સ, હવે પાડોશીઓ વિશે જાણવુ બનશે વધુ શ્રેષ્ઠ

દુનિયામાં સૌથી વધુ વપરાસ થતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook એક નવા ફીચર પર કામ કરી રહી છે. જે થકી યૂઝર્સને પોતાના પાડોસીઓ વિશે પણ વધુ શ્રેષ્ઠ રીતથી જાણવામાં મદદ મળશે. કંપની હાલમાં તેની ટેસ્ટિંગ કર રહી છે. આ ફીચરને Neighborhoods ના નામથી લોન્ચ કરી શકાય છે. Facobook આ ફીચર થકી માર્કેટ લીડર નેક્સ્ટડોરને પાછળ છોડવાની યોજના પર પણ કામ કરી રહ્યુ છે. જ્યારે કે, નેક્સટડોર આગામી દિવસમાં IPO લાવવાની તૈયારીમાં છે.

ચાલી રહી છે ટેસ્ટિંગ

સોશિયલ મીડિયા કંસલ્ટેંટ મેટ નવારાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, ફેસબુકનું નવુ ફીચર ટેસ્ટિંગની શરૂઆતી સ્ટેજમાં છે. આ પ્રોડક્ટને Neighborhoods કહેવામાં આવી રહ્યુ છે. જેમાં યૂઝર્સ પોતાનું એડ્રેસ ભરી એક યૂનિક પ્રોફાઈલ બનાવી શકે છે. તેના પર એક પ્રવક્તાએ જણાવ્યુ કે, એ સાચુ છે કે, ફેસબુક કેનેડાના Calgary માર્કેટમાં નવા ફીચરની ટેસ્ટિંગ કરી રહી છે.

Nextdoor પહેલા જ લાવી ચૂકી છે આ ફીચર

Facebook પહેલા નેક્સ્ટડોરે જ વર્ષ 2008માં આ ફીચર લઈને આવી ચૂક્યુ છે. કંપનીએ લગભગ 470 મિલિયન ડોલરની ફંડિંગ પણ એકઠી કરી હતી. આ ફીચરમાં દરેક નેબરહુડ્સ ખુદને મિની સોશિયલ નેટવર્કના રૂપમાં કામ કરે છે. લોકો તેનાથી પાડોસમાં થઈ રહેલી ઘટનાઓને પણ પોસ્ટ કરે છે. જેમાં ક્રાઈમ જેવી ઘટના પણ સામેલ છે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!