GSTV
Home » News » હવે માતા પિતા પોતાના સંતાનના Facebook Messenger પર રાખી શકશે બાજ નજર

હવે માતા પિતા પોતાના સંતાનના Facebook Messenger પર રાખી શકશે બાજ નજર

ડીજીટલ યુગમાં દિવસેને દિવસે સોશિયલ નેટવર્કીગનો ઉપયોગ વધતો જઈ છે.ત્યારે ફેસબૂકે નાના બાળકો માટે પોતાના મેસેન્જરનું એક સ્પેશિયલ એડીશન ‘messenger kids’ રજૂ કર્યું છે. આ એપ 12થી નાની ઉંમરના બાળકો માટે છે.આ એપના માધ્યમથી માતા-પિતાની દેખરેખ હેઠળ બાકી લોકો સાથે જોડાવાની સુવિધા આપે છે. આ એપને હજુ અમેરિકામાં iOS ડિવાઈઝ માટે ટેસ્ટિંગ માટે રજૂ કરવામાં આવી છે. આ એપ વીડિયો ચેટ અને મેસેજિંગની સંકલિત એપ છે.

ફેસબૂકના જણાવ્યા અનુસાર આ એપ 6થી 12 વર્ષના બાળકોને ધ્યાને રાખીને બનાવવામાં આવી છે. ફેસબૂકના લોરેન ચંગે જણાવ્યું હતું કે, ફેસબૂક બાળકો માટે અલગથી ‘messenger kids’એપ લાવી રહી છે એક એવી એપની જરૂર હતી કે જે બાળકોને બીજા લોકો સાથે જોડાવવાની સુવિધા આપે પણ માતા-પિતાની દેખરેખમાં. આ એપ માતા-પિતાને સંપર્ક, સૂચના અને નિયંત્રણ કરવાની સુવિધા આપે છે. આ સિવાય આ માધ્યમથી બાળકો ઘરના લોકોની ઇચ્છા વિરૂદ્ધ કોઈ સાથે સંપર્ક કરી શકતા નથી.

જો કે હાલ તો આ એપ નોન-ફોન ડિવાઈઝ, ટેબલેટ અને આઈપોડમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે. પરંતુ ઝડપથી જ ગૂગલ એન્ડ્રોઈડ અને એમેઝોન કિંડલ ડિવાઈસ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

IPLમાં તમારી પણ ટીમ બનાવી રમો ક્રિકેટ અને જીતો રોજ 35000 સુધીના રોકડ ઇનામો

Related posts

ભારતમાં આ કિંમતે લોન્ચ થઈ શકે છે iPhone-9, જાણો તેનાં ફિચર્સ

pratik shah

કારમાં બેસતી કે ચલાવતી મહિલાઓ માટે મોટા સમાચાર, વાંચશો તો બેસવાનું ટાળશો

Bansari

સેમસંગની ગણતંત્ર દિવસ પર મોટી ઓફર, TV ખરીદશો તો ફ્રીમાં મળશે સ્માર્ટફોન

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!