એક સમયે દુનિયાનું સૌથી મોટું અને લોકપ્રિય સોશિયલ મીડિયા હતું આજે લોકો એકાઉન્ટ કરી રહ્યા છે બંધ, આ છે કારણ

facebook down outage

સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પરથી યુવાનોનો મોહ ઘટવા લાગ્યો છે. એક સમયે દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા સાઈટમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન કરોડો અકાઉન્ટ બંધ થઈ ચુક્યા છે. એક રીપોર્ટમાં દર્શાવાયું છે કે ગત 2 વર્ષમાં 15 મિલિયન એટલે કે 1.5 કરોડો લોકોએ ફેસબુકને અલવિદા કહી દીધું છે. જો કે આ આંકડો માત્ર અમેરિકાનો જ છે. વર્ષ 2017થી અત્યાર સુધીમાં 1.5 કરોડ યૂઝર્સએ ફેસબુક છોડી દીધું છે.

અમેરિકી માર્કેટ રિસર્ચ કંપની ઈડિશન રિસર્ચની રીપોર્ટ અનુસાર અમેરિકામાં 12થી 34 વર્ષના યૂઝર્સને હવે ફેસબુકમાં રસ નથી. આશ્ચર્યની વાત એ છે કે ફેસબુકના સૌથી વધારે યૂઝર્સ આ ઉંમરના જ છે અને તેમનો જ મોહભંગ થવા લાગ્યો છે.

મહત્વપૂર્ણ છે કે છેલ્લા બે વર્ષમાં ફેસબુકની પ્રાઈવસી અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ ઉપરાંત થર્ડ પાર્ટી સાથે યૂઝર્સની જાણકારી શેર થતી હોવાની ચર્ચાઓ પણ સતત થઈ રહી છે. આવી ઘટનાઓના કારણે યૂઝર્સ હવે ફેસબુકથી દૂર થવા લાગ્યા છે. હવે ફેસબુક પર યુવા યૂઝર્સને બદલે વૃદ્ધ લોકોની સંખ્યા વધી રહી છે. આ રીપોર્ટમાં એ વાત પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે જે લોકો ફેસબુક છોડી રહ્યા છે તેઓ ઈંસ્ટાગ્રામ પર જઈ રહ્યા છે. દુનિયામાં ઈંસ્ટાગ્રામના એક્ટિવ માસિક યૂઝર્સની સંખ્યા 40 કરોડ છે. જ્યારે તેને કુલ યૂઝર્સ 1 અરબ જેટલા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter