GSTV

TikTok જેવા શોર્ટ વીડિયો બનાવવા છે? Instagramનું આ ધાંસૂ ફિચર આવશે તમારે કામ

instagram

દેશમાં લોકપ્રિય શોર્ટ વિડિઓ એપ્લિકેશન ટિકટોક (TikTok)પર પ્રતિબંધ મૂક્યા પછી, જો તમે તમારી પ્રતિભા લોકો સાથે શેર કરી શકતા નથી, તો નિરાશ થવાની જરૂર નથી. વિડિઓ શેર કરવા અને બનાવવા માટે તમારે રાહ જોવાની જરૂર નથી. હવે તમે ઇન્સ્ટાગ્રામમાં (Instagram)આવા વિડિઓઝ બનાવી શકો છો. ફેસબુકે પોતાની ઇન્સ્ટાગ્રામ (Instagram)એપમાં જ રીલ્સ નામનું એક નવું ફીચર રજૂ કર્યું છે. તેની સહાયથી, તમે ટિકટોક જેવા જબરદસ્ત શોર્ટ વિડિઓઝ બનાવી શકો છો અને લોકો સાથે શેર કરી શકો છો.

TikTok જેવું જ છે Instagramનું Reels

Instagramનુ રીલ ઘણી હદ સુધી ટિકટોક જેવુ જ છે. ફરક માત્ર એટલો છે કે આ સ્ટેન્ડઅલોન એપ નથી પરંતુ તેને Instagram એપની અંદર જ ઇંટિગ્રેટ કરવામાં આવ્યું છે. રીલ્સ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝના સેક્શનમાં પણ દેખાશે.

ટિકટૉકની જેમ જ તેના પર પણ યુઝર 15 સેકેન્ડનો વીડિયો ક્રિએટ કરી શકાશે. જેને ઓડિયો અથવા મ્યુઝિક ટ્રેક સાથે એડિટ કરી શકાશે. સાથએ જ તેમાં AR ઇફેક્ટનો પણ ઉપયોગ કરી શકાશે. તને Instagramની સ્ટોરી અને ડાયરેક્ટ મેસેજ પર પણ શેર કરી શકાશે.

નોંધપાત્ર વાત એ છે કે ચીન વિરોધી ધારણાને કારણે ટિકટોકનો વિશ્વભરમાં વિરોધ થઈ રહ્યો છે. ભારત જેવા દેશોએ પણ ડેટા સુરક્ષા માટે ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં, ‘રિલ્સ’ ને લોન્ચ કરવાથી Facebook પોતાની પકડ મજબૂત બનાવી શકે છે.

Read Also

Related posts

ભારત-ચીન વિવાદઃ લદાખમાં ભારતની આક્રમક વ્યૂહરચનાથી ઘુંટણીયે ચીન, માની લીધી આ શરતો

Dilip Patel

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, હરાજીમાં ટોળે ટોળા એકઠા થયા

Pravin Makwana

અમદાવાદને હરિયાળુ બનાવવાનો કોર્પોરેશનનો દાવો, મિશન મીલીયન ટ્રી પ્રોજેક્ટ કર્યો લોન્ચ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!