GSTV

ફેસબુકના એકાઉન્ટમાં આવી રહ્યા છે નવા ફેરફાર, ડેટિંગ પ્રોફાઈલ સહિતની આપશે આ સુવિધા

સોશિયલ મીડિયા કંપની ફેસબુકએ યુરોપના 32 દેશોમાં તેની ડેટિંગ સેવાઓ શરૂ કરી છે. બુધવારે એક બ્લોગ પોસ્ટમાં, ફેસબુક ડેટિંગ પ્રોડક્ટ મેનેજર કેટ ઓરસેથે કહ્યું કે ગ્રાહકો ડેટિંગ પ્રોફાઇલ બનાવવાનું પસંદ કરી શકે છે, જે તેમના ફેસબુક એકાઉન્ટ્સમાં જ આ કામ થઈ શકે અને જરૂર ન હોય ત્યારે તે વિભાગ દૂર કરી શકાશે. ચાલુ એકાઉન્ટ પર ડેટિંગ પ્રોફાઇલ બનાવી શકાશે.પ્રોફાઇલ અથવા ટાઈમલાઈનમાં તેમના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોટાઓનો ઉપયોગ કરી શકશે. માટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝનો ઉપયોગ કરી શકશે. આ સિવાય ફેસબુક ડેટિંગમાં મેસેંજર પણ રહેશે. જેનો ઉપયોગ ચેટિંગ માટે કરી શકાય છે.

પ્રથમ નામો અને વિગતો તેમની ફેસબુક પ્રોફાઇલમાંથી લેવામાં આવશે

બ્લોગ જણાવે છે કે એફબીનો ઉપયોગ કરતા લોકોનાં પ્રથમ નામો અને વિગતો તેમની ફેસબુક પ્રોફાઇલમાંથી લેવામાં આવશે. જેને સંપાદિત કરી શકાતી નથી. છેલ્લું નામ બતાવવામાં આવશે નહીં. તેઓ નક્કી કરી શકે છે કે તેમની વ્યક્તિગત માહિતી ડેટિંગ પેજમાં બતાવવી છે કે નહીં. અગાઉ, કંપનીએ તેની સેવા ફેબ્રુઆરીમાં શરૂ કરવાની હતી. યુરોપિયન યુનિયનના ચીફ નિયમનકારે આયર્લેન્ડના ડેટા પ્રોટેક્શન કમિશનર (ડીપીસી) દ્વારા ચિંતા વ્યક્ત કર્યા પછી ફેસબુકને તેની રોલઆઉટ મુલતવી રાખવા આદેશ આપ્યો હતો. ફેસબુક મેદાનમાં આવતાં હવે હાલની ડેટીંગ વેબસાઈટ અને સમાજના મેળાઓ પર માઠી અસર થશે.

READ ALSO

Related posts

Breaking: કાનપુરના કુલી બજારમાં મોટી દુર્ઘટના, ત્રણ માળની ઈમારત થઈ ધરાશાયી, કેટલાય લોકો દટાયા હોવાની શક્યતા

Pravin Makwana

VIP રોડ પર VIP નેતાઓનો અકસ્માત/ મુખ્યમંત્રીની ગાડીના કાફલાનો પૂર્વ મુખ્યમંત્રીની ગાડીના કાફલા સાથે થયો અકસ્માત

Pravin Makwana

ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, બે દિવસમાં અમદાવાદની આ હોસ્પિટલમાં ટ્રાયલ માટે આવશે કોરોના વેક્સિન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!