GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ફેસબુકે લોન્ચ કર્યુ અવતાર ફીચર, પોતાનો જ વર્ચુઅલ લુક બનાવીને શેર કરી શકશે યુઝર

ફેસબુકે અવતાર ફીચરને ભારતમાં લોન્ચ કરી દીધુ છે. આ ફીચર યુઝરને પોતાનું વર્ચુઅલ લુક કસ્ટમાઈઝ કરવાની સુવિધા આપે છે. જેને ચેટ અને કમેન્ટમાં સ્ટિકરનાં રૂપમાં શેર કરી શકાય છે, કંપનીએ જણાવ્યુકે, અવતાર ફીચર ઘણા પ્રકારનાં ચહેરા, હેર સ્ટાઈલ અને આઉટફિટને સપોર્ટ કરે છે. ફેસબુકે મંગળવારે કહ્યુકે, તેણે ભારતમાં અવતારને લોન્ચ કર્યુ છે કારણકે, દેશવ્યાપી લોકડાઉનને કારણે સોશિયલ ઈન્ટરેક્શન માટે ઈન્ટરનેટ પર શિફ્ટ થઈ ગયા છે. ભારત દુનિયા બીજુ સૌથી મોટું ઈન્ટરનેટ બજાર પણ છે.

સ્નેપચેટ બીટમોજીની જેમ કામ કરે છે

કંપનીએ ભારતમાં એવા સમયે શરૂ કર્યું જ્યારે દેશમાં ચીન વિરોધી ભાવનાઓ ટોચ પર છે. ભારત સરકારે તાજેતરમાં 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં એવી ઘણી એપ્સ હતી, જેણે એશિયાની ત્રીજા નંબરની મોટી ઈકોનોમી માર્કેટમાં સતત ફેસબુકને ટક્કર આપી હતી. વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર માર્કેટમાં ફેસબુકને ભારે ફટકો પડ્યો છે. ફેસબુકના અવતારને સ્નેપચેટના લોકપ્રિય બીટમોજીના ક્લોન તરીકે પણ જોવામાં આવે છે, જે ગયા વર્ષે રજૂ કરવામાં આવ્યું હતું. કંપનીનું કહેવું છે કે તે સામાજિક જોડાણ વધારવામાં પણ મદદ કરશે.

સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં શરૂઆત કરાઈ

ન્યુઝ ફીડ પોસ્ટ અથવા મેસેંજરના ટિપ્પણી વિભાગમાં સ્ટીકર ટ્રેમાંથી યુઝર્સ તેમનો અવતાર બનાવી શકે છે. ફેસબુકે તેને પ્રથમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના યુઝર્સ માટે રજૂ કર્યું. જે પછી તેની શરૂઆત યુરોપ અને અમેરિકામાં કરવામાં આવી.

સ્નેપચેટના લગભગ 147 મિલિયન વપરાશકર્તાઓએ તેમનો Bitmojis બનાવ્યો

ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા શાઓમી સહિત અનેક કંપનીઓએ તાજેતરના વર્ષોમાં Bitmojisની નકલ કરવાનો પ્રયાસ કર્યો છે – તેમ છતાં કોઈએ સ્નેપચેટની જેમ તેનો વિસ્તાર કર્યો નથી. આ વર્ષની શરૂઆતમાં, સ્નેપચેટે Bitmojis ટીવી રજૂ કર્યુ હતુ. તે યુઝર્સના અવતાર સાથેની ચાર મિનિટની કોમેડી કાર્ટૂન સિરીઝ છે. તે સમયે સ્નેપચેટે જણાવ્યું હતું કે તેના રોજિંદા સક્રિય યુઝર્સમાંથી 70% અથવા તેના 21 મિલિયન યુઝર્સમાંથી 14.7 કરોડ લોકોએ પોતાનું Bitmojis બનાવ્યું છે.

સ્નેપચેટ ભારતમાં સ્માર્ટ સનગ્લાસ રજૂ કરશે

સ્નેપચેટ ભારતમાં તેના સ્માર્ટ ચશ્મા સ્પાર્કટેકલ્સને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કેલિફોર્નિયા સ્થિત કંપનીએ કહ્યું કે ભારતમાં સ્થાન બનાવવા માટે તેણે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. મોબાઈલ ઇનસાઇટ કંપની એપ એનીના જણાવ્યા અનુસાર, ગયા મહિને કંપનીના માસિક 3 કરોડ મંથલી સક્રિય યુઝર્સ હતા. ભારતમાં ફેસબુકના 35 કરોડથી વધુ યુઝર્સ છે અને વોટ્સએપમાં 400 મિલિયન યુઝર્સ છે.

READ ALSO

Related posts

ગુજકેટ પરીક્ષા: નવી હોલ ટિકિટ ઓનલાઈન મુકાઈ, આ તારીખે યોજાશે એક્ઝામ

pratik shah

શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા, વાતાવરણમાં પ્રસરી ઠંડક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!