GSTV

Facebook આપશે Youtubeને ટક્કર, હવે અહીં પણ જોઈ શકશો ઓફિશિયલ મ્યૂઝિક વીડિયોઝ

Last Updated on August 3, 2020 by Karan

ફેસબુક(Facebook) હવે સત્તાવાર વિડિયો કંટેન્ટ દ્વારા યુ ટ્યુબ સાથે સ્પર્ધા માટે તૈયાર થઈ ચૂક્યુ છે. શુક્રવારે, સોશિયલ મીડિયા કંપનીએ યુ.એસ. માં લાઇસન્સ પ્રાપ્ત મ્યુઝિક વીડિયો(Official Music Content)ને પોતાની સાથે જોડ્યા છે. આના માધ્યમથી યુઝર્સ હવે સીધા ફેસબુક (Facebook)પર જ મ્યુઝિક વીડિયો જોઈ શકશે.

આ મ્યુઝિક વીડિયો ફેસબુકના વૉચ વિભાગ(Watch Section)માં ઉમેરવામાં આવ્યા છે. મ્યુઝિક વીડિયો પ્રત્યે યુઝર્સની વધતી રુચિને ધ્યાનમાં રાખીને, ફેસબુકે એપ્લિકેશન પર આ માટે એક અલગ વિભાગ બનાવ્યો છે.

મ્યુઝિક બિઝનેસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ તમારા શ્રીવચનક અને મનોરંજનના વાઇસ પ્રેસિડેન્ટ વિજય રાજીએ જણાવ્યું હતું કે, અમે ફેસબુક પર ઓફિશિયલ મ્યુઝિક વીડિયો સાથેના નવા સોશિયલ એક્સપીરિએન્સનો ભાગ બની રહ્યો છે, જે ફક્ત વીડિયો જોવા કરતાં વધારે છે.

ફેસબુકના જણાવ્યા મુજબ, તે ભારત અને થાઇલેન્ડમાં પહેલાથી હાજર હતા, હવે અમે યુ.એસ. માં તેની શરૂઆત કરી રહ્યા છીએ. કંપનીએ આ માટે અમેરિકન ભાગીદારો તરીકે સોની મ્યુઝિક ગ્રુપ, યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપ, વોર્નર મ્યુઝિક ગ્રુપ અને બીએમજીનો સમાવેશ કર્યો છે. Googleની માલિકીની YouTubeમાં 2 અબજથી વધુ મંથલી યુઝર્સ છે, જેમાંથી ઘણા તેનો ઉપયોગ મ્યુઝિક વિડિઓ ટ્યુનિંગ માટે કરે છે.

READ ALSO

Related posts

સેલરી માટે પરેશાન યુવક સાથે માલિકની નિચલી કક્ષાની હરકત, પગારના નામે પકડાવી દીધી સિક્કાઓથી ભરેલી ડોલ

Zainul Ansari

PNBની ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર / હોમ ઓટો લોન ગ્રાહકો માટે માફ કાર્ય આ ચાર્જીસ, મળશે મોટો ફાયદો

Pritesh Mehta

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!