GSTV

હવે જીવનસાથીની શોધ બનશે વધુ સરળ, યુવાનો માટે Facebook એ લોન્ચ કરી ડેટિંગ એપ

જો તમે પોતાની જીવનમાં સાથીની શોધમાં છો તો તે માટે જલ્દી જ તમારો સહારો બનશે Facebook. કારણ કે, હવે જીવનસાથીની શોધ માટે તમારે ન કોઈ ડેટિંગ એપ પર જવાની જરૂરિયાત પડશે અને ન તો મેટ્રોમોનિયલ સાઈટની મુલાકત લેવાની. હવે સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ફેસબુકે બ્રિટેન અને યૂરોપમાં પોતાની બહુપ્રતીક્ષિત ડેટિંસ સેવા Facebook Dating લોન્ચ કરી આપી છે. તે માટે તમે Facebook પર મિત્ર બનાવવાની સાથે જ જીવનસાથી પણ પસંદગી કરી શકશો.

સંભવિત પાર્ટનરથી સંપર્ક સાધવાનું શક્ય

‘ફેસબુક ડેટિંગ’ યૂઝરને મૂળ એકાઉન્ટથી અલગ એકાઉન્ટ બનાવવાની સુવિધા આપી રહ્યુ છે. ફેસબુક ડેટિંગ થકી ન માત્ર આસપાસના વિસ્તારમાં હાજર સંભવિત પાર્ટનરથી સંપર્ક સાધવાનું શક્ય છે, પરંતુ તેમને નજીકથી ઓળખવા માટે ચેટિંગ અને વર્ચુઅલ કોલનો સહારો પણ લઈ શકાય છે. કંપની પ્રમાણે, છેલ્લા સપ્ટેમ્બરમાં ફેસબુક ડેટિંગ શરૂ કર્યા બાદ અત્યાર સુધી 20 દેશણાં 1.5 અબજથી વધુ મેચ બનાવવામાં આવ્યા છે. ભારતમાં હાલમાં આ સુવિધા શરૂ થઈ નથી.

સીક્રેટ ક્રશ થકી થશે મેળાપ

‘ફેસબુક ડેટિંગ’ પર ‘સીક્રેટ ક્રશ’ નામનું એક રસપ્રદ ફીચર પણ ઉપલબ્ધ છે. આ યૂઝરને પોતાની ફેસબુક ફ્રેંડ-લિસ્ટમાં હાજર તે 9 લોકોની યાદી બનાવવાની સુવિધા આપે છે. જે ખુદ જીવનસાથીની તલાશમાં લાગેલા છે. જો તમારો ક્રશ પણ તમને સીક્રેટ ક્રશ યાદીમાં જોડે છે, તો આ એક મેચ છે. આ સીક્રેટ ક્રશ ફીચર તમને તે લોકોની સાથે પોટેંશિયલ રિલેશનશીપની જાણ લગાવવાની તક આપે છે. જેમને તમે પહેલાથી જ Facebook અને ઈંસ્ટાગ્રામ પર ઓળખએ છે.

ફેસબુક ડેટિંગ પર ખોટી જાણકારીઓ આપવી પડશે મુશ્કેલ

Facebookની ડેટિંગ પ્રોફાઈલ મૂળ એકાઉન્ટ સાથે જોડાયેલી હશે. તેથી તેમાં ખોટી જાણકારીઓ આપવી મુશ્કેલ હશે. એટલુ જ નહી ચેટિંગ દરમિયાન યૂઝર સંભવિત પાર્ટનરને ફોટો-વીડિયો મોકલી શકશે નહી. સાઈટ પર પસંદ-નાપસંદના આધાર પર પણ પાર્ટનરની ખોજ સંભવ હશે. જો તમે તમારી ફેસબુક ડેટિંગ પ્રોફાઈલ બનાવી લો છો અને બાદમાં ડિલીટ કરવા માગો છો તો ફેસબુક એકાઉન્ટ ડિલીટ કર્યા વગર પણ સમય પોતાની ડેટિંગ પ્રોફાઈલને હટાવી શકો છો.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!