GSTV
Home » News » Facebookએ શૉર્ટ ફોર્મેટ વીડિયો એપ કરી લોન્ચ, આ છે ખાસિયત

Facebookએ શૉર્ટ ફોર્મેટ વીડિયો એપ કરી લોન્ચ, આ છે ખાસિયત

ફેસબુકે એક વીડિયો એપ ‘લાસો’ લૉન્ચ કરી છે, જેનાથી યૂઝર્સ સ્પેશ્યલ ઈફેક્ટ અને ફિલ્ટરની સાથે શૉર્ટ ફોર્મેટનો વીડિયો બનાવી શકે અને તેને શેર કરી શકે. ફેસબુકના પ્રોડક્ટ મેનેજર એન્ડી હુઆંગે શુક્રવારે એક ટ્વિટમાં કહ્યું, ફેસબુકના નવા નાના ફોર્મેટની વીડિયો એપ લાસો હવે અમેરિકામાં ઉપલબ્ધ છે.

વીડિયો સંપાદન ટૂલથી સજ્જ આ એપ વપરાશકારો પોતાના વીડિયોમાંટેક્સ્ટની સાથે-સાથે સંગીત લગાવવાની મંજૂરી આપશે. સોશિયલ નેટવર્કિગ દિગ્ગજે કોઈઔપચારિક જાહેરાત વિના એપને શાંતિપૂર્ણ માહોલમાં લોન્ચ કરવાનો નિર્ણય કર્યો હતો.

સીએનઈટીએ ફેસબુકના એકપ્રવક્તાને ટાંકીને શુક્રવારે કહ્યું, નાના ફોર્મેટના મનોરંજન વીડિયો માટે લાસો એકનવી એપ છે. અમે અહીં તેની સંભાવનાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અમે લોકો વીડિયોબનાવનારા લોકો પાસેથી ફીડબેક પણ લઈશું. એપ પર બધી પ્રોફાઇલ અને વીડિયો જાહેર થશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ફેસબુક પોતાના યૂઝર્સ માટે એક નવુ ફીચર લઈને જાહેર કર્યુહતું. આ ફીચરની મદદથી યૂઝર્સ પોતાને વધુ સારી રીતે એક્સપ્રેસ કરી શકે છે. આ ફીચરદ્વારા યૂઝર્સ પોતાની ફેસબુક તસ્વીર પર ગીત પણ જોડી શકે છે. યૂઝર્સ જે પણ ફેસબુકસ્ટોરી શેર કરે છે, તે હવે તેમાં ‘એડ સોન્ગ ટૂ ફોટો એન્ડ વીડિયો’ ફીચરનીમદદથી હવે તેમાં ગીત પણ જોડી શકે છે.

READ ALSO

Related posts

આ પાર્ટીના કદાવર નેતાનો દાવો, સંજય દત્ત અમારી સાથે જોડાઈ રહ્યો છે

Bansari

28 ઓગસ્ટે ચંદ્રયાન-2 તરફથી વધુ એક ખુશીની ખબર આવવાની છે

Mayur

વેસ્ટઇન્ડીઝને સજ્જડ હાર આપીને કોહલી બન્યો ‘બૉસ’, આ મામલે મોટા-મોટા દિગ્ગજોને છોડ્યા પાછળ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!