GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

નાનામાં નાના ગામડાઓમાં રિલાયન્સ માર્ટ પહોંચાડશે સીધો સામાન, Facebook અને Jioની ડિલથી થશે કાયા પલટ

Facebook Jio

રિલાયન્સ જીયો (Jio) માર્ટ અને ફેસબૂક વચ્ચે આજે થયેલા કરાર ચર્ચાનો વિષય બન્યા છે. એવુ મનાઈ રહ્યું છે કે, ભારતના ગ્રામ્ય વિસ્તારને ધ્યાનમાં રાખીને બંને કંપનીઓએ હાથ મિલાવ્યા છે. હવે નાના ગામડાઓ અને કસ્બામાં રિલાયન્સ માર્ટથી સીધો સામાન જશે. કારણકે આ ગામડાના દુકાનદારો હવે જીઓ માર્ટના ડિલિવરી પોઈન્ટ તરીકે કામ કરશે.

ડિજીટલ ઈન્ડિયાના અભિયાનને મળશે વેગ

જોકે હજી આ બંને કંપનીઓના ડીલ પાછળના બિઝનેસ મોડેલની વિગતો બહાર નથી આવી પણ રિલાયન્સના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું હતું કે, આ ડિલથી ગામડાઓની કાયાપલટ થશે અને ડિજિટલ ઈન્ડિયાના અભિયાનને પણ વેગ મળશે. ગામડાઓમાં જે દુકાનદારો પૂરી રીતે ડિજિટલ નથી થઈ શક્યા તે રિલાયન્સની પહેલથી ડિજિટલ થઈ જશે.

આ રીતે ઘરે પહોંચાડી શકાશે સામાન

અધિકારીના મતે ત્રણ કરોડ નાના દુકાનદારોને આ નેટવર્કમાં સામેલ કરાશે. જેના પગલે રિલાયન્સ માર્ટનો સામાન ગામડાઓ સુધી આસાનીથી પહોંચશે. આ દુકાનો તેમના માટે ડિલિવરી પોઈન્ટ તરીકે કામ કરશે. જેમ કે કોઈ વ્યક્તિ વોટસએપ પર ઓર્ડર કરશે તો તેનુ ઘર જ્યાં છે તેની નજીકના દુકાનદાર પાસે તરત સંદેશ પહોંચશે અને આ વ્યક્તિને આ દુકાનદાર થકી ઘરે સામાન પહોંચાડવાની વ્યવસ્થા થઈ જશે.

ઈ કોમર્સ કંપનીઓને ભારે સ્પર્ધા

પહેલેથી સ્થાપિત ઈ કોમર્સ કંપનીઓને આ ડીલના પગલે ભારે સ્પર્ધાનો સામનો કરવો પડશે. બીજી તરફ લોકો જ્યારે ડિજિટલ ઓર્ડર આપશે તો પેમેન્ટ પણ ડિજિટલી કરવા માંડશે. જેનાથી સરકારને પણ ટેક્સમાં ફાયદો થશે. ખેડૂતો પણ શાકભાજી અને ફળ વેચવા માટે સીધા રિલાયન્સ સાથે સોદો કરી શકશે.

Read Also

Related posts

બોલિવુડને વધુ એક આંચકો, દિગ્ગજ ફિલ્મકાર બાસુ ચેટર્જીનું મુંબઈમાં નિધન

Arohi

અનલોક 1 : ફિલ્મો અને સિરિયલોનાં નિર્માતાઓએ શૂટિંગ સમયે આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva

ધોની-કોહલી સામે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો સ્લેજિંગ નથી કરતા, ડીન જોન્સે કારણે દર્શાવ્યું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!