GSTV

Facebook Messengerમાં આવ્યું ડાર્ક મોડ ફીચર, આ રીતે કરો એક્ટિવેટ

ફેસબુક પોતાના મેસેન્જર યૂઝર્સ માટે એક નવુ ફીચર લાવ્યું છે. આ નવુ ફીચર ડાર્ક મોડ છે. Facebookએ Android અને iOs બંને પ્લેટફોર્મ પર મેસેન્જર યૂઝર્સ માટે ડાર્ક મોડ રોલ આઉટ કરવાનુ શરૂ કરી દીધુ છે. ફેસબુકે ગયા વર્ષે ઓક્ટોબરમાં થયેલી F8 કોન્ફરન્સમાં Messenger માટે ડાર્ક મોડની જાહેરાત કરી હતી. આખરે ફેસબુક હવે તેને યૂઝર્સ માટે લઇને આવ્યું છે. Facebook Messengerમાં આવેલુ ડાર્ક મોડ ફીચર યૂઝર્સને એકદમ અલગ અનુભવ આપશે.

આ રીતે એક્ટિવેટ કરો ડાર્ક મોડ ફીચર

ફેસબુક મેસેન્જરમાં ડાર્ક મોડી ફીચર એક્ટિવેટ કરવા માટે સૌપ્રથમ તમને ચેટમાં કોઈને crescent moon ઈમોજી સેન્ડ કરવી પડશે. જેવીરીતે તમે crescent moon (અર્ધચંદ્રના આકારવાળી ઈમોજી) સેન્ડ કરીશું. તમારા ચેટમાં વધુ crescent moon ઈમોજી જોવા મળશે. હવે તમારા મેસેન્જરમાં લખીને આવશે કે Dark Mode ફીચર તૈયાર છે. તમારે સેટિંગ્સમાં જઇને Dark Modeને ઑન કરવો પડશે. જેવીરીતે તમે તેને ઑન કરશો, ફેસબુક મેનેન્જરનો બેકગ્રાઉન્ડ ડાર્ક થઇ જશે.

ફેસબુકે કર્યા છે આ મોટા ફેરફાર

છેલ્લા થોડા સમયમાં ફેસબુકે પોતાના મેસેન્જરમાં કેટલાંક મોટા ફેરફાર કર્યા છે. Facebookએ મેસેન્જર યૂઝર ઈન્ટરફેસને અપડેટ અને રીડિઝાઈન કર્યુ છે. આ સિવાય અનસેન્ડ મેસેજના ફીચરને પણ જોડ્યુ છે. સાથે જ સોશિયલ નેટવર્કિગ પ્લેટફોર્મ WhatsApp, Messenger અને Instagramના ઈન્ટીગ્રેશન પર કામ કરી રહ્યાં છે. આ અપડેટ દ્વારા ફેસબુક પોતાના યૂઝરની પ્રાઈવસી સાથે જોડાયેલી ચિંતાઓને ખત્મ કરવા ઈચ્છે છે. જોકે, ફેસબુક મેસેન્જરના ડાર્ક મોડ ફીચરને લઇને હજુ આ સ્પષ્ટ થયુ નથી કે આ વિશ્વભરમાં અપડેશન માટે તૈયાર છે કે નહીં.

READ ALSO

Related posts

વગર Lockdownએ એક મહિલાના દમ પર દક્ષિણ કોરિયાએ આ રીતે જીતી Corona સામે જંગ

Arohi

કોરોના મહામારી વચ્ચે આ કર્મચારીમાં ચિંતા, કહ્યું, સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી

Nilesh Jethva

પીએમ મોદીના લોકડાઉનના નિર્ણયની આ દિગ્ગજ નેતાએ કાઢી ઝાટકણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!