GSTV
Home » News » Facebook તૈયારી કરી રહી છે ખાસ Simba પ્રોજેક્ટ લૉન્ચ કરવાની, અહીંના લોકોને આપશે ઈન્ટરનેટની સુવિધા

Facebook તૈયારી કરી રહી છે ખાસ Simba પ્રોજેક્ટ લૉન્ચ કરવાની, અહીંના લોકોને આપશે ઈન્ટરનેટની સુવિધા

તાજેતરમાં જ બોલિવૂડ ફિલ્મ સિંબા રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ અને સારા અલી ખાન હતાં, પરંતુ ફેસબુકનો પ્રોજેક્ટ સિમ્બા અલગજ વસ્તુ છે. ફેસબુક સિમ્બા પ્રોજેક્ટ અંતર્ગત કરોડો યૂઝર્સને ઇન્ટરનેટ પ્રોવાઇડ કરવાની તૈયારીમાં છે.

ફેસબુકના આ પ્રોજેક્ટનું નામ લાયન કિંગ કેરેક્ટર સિંબાથી પ્રભાવિત થઈને રાખવામાં આવ્યું છે, રિપોર્ટ અનુસાર આફ્રીકામાં અંડર વૉટર કેબલ્સ દ્વારા ઈંટરનેટ આપશે, જેથી ફેસબુકની સર્વિસનો વધારે વિસ્તાર થઈ શકે. માત્ર ફેસબુક જ નહીં, ગૂગલ પણ આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેના અંતર્ગત લોકો સુધી નેટ પહોંચાડવામાં આવશે.

દુનિયાની બે મોટી કંપનીઓ ગૂગલ અને ફેસબુક આફ્રિકામાં અંદર સી કેબલ દ્વારા ઈંટરનેટ પહોંચાડવાની તૈયારી કરી રહ્યા છે. આફ્રિકામાં બીજા દેશોની સરખામણીમાં બહુ ઓછો ઈંટરનેટ પેનેટરેશન રેટ છે અને તે 35.9 % છે. આ બંને કંપનીઓ માટે અહીં બહુ વધારે શક્યતાઓ છે અને તેને ટાર્ગેટમાં રાખીને જ અંડર સી કેબલનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

ગૂગલના પ્રોજેક્ટનું નામ Equiano છે, જ્યારે ફેસબુકના Undersea Cable વાળા પ્રોજેક્ટનું કામ Simba છે. ડેલી મેલના એક રિપોર્ટ અનુસાર, ફેસબુલ કોઇ આફ્રિકન ટેલીકૉમ સાથે પાર્ટનશિપ કરશે કે નહીં એ હજી નક્કી નથી.

ડેલી મેલના જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાઇ કેપેસટી ફાઇબર ઑપ્ટિક કેબલ કનેક્ટિવિટીને ઈંપ્રૂવ કરવાનું કામ કરશે અને ઈંટરનેટના ભાવ પણ સસ્તા રહેશે. એટલે વધુમાં વધુ આફ્રીકન લોકો ઇન્ટરનેટનો લાભ લઈ સકશે. ગૂગલ અને ફેસબુક માટે એ ફાયદાકારક સબિત થશે. આ રિપોર્ટમાં Quartz Africaના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, 2005 અને 2018 વચ્ચે આફ્રીકામાં સર્વત્રિક ઈંટરનેટના ઉપયોગમાં સૌથી વધારે વધારો જોવા મળ્યો છે.

ગૂગલે તેના Equianoને કન્ફર્મ કરી દીધો છે, પરંતુ ફેસબુકે હજી Simba અંગે કોઇ ઓફિશિયલ જાહેરાત કરી નથી.

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!