GSTV

Facebook યુઝર્સને આપી રહી છે કમાણીની તક, બસ કરવુ પડશે આ સરળ કામ

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક હવે યૂઝર્સને કમાણી કરવાની તક આપી રહ્યુ છે. જો કે, કંપની આ પૈસા તે અમુક વ્યક્તિને આપશે, જે તેમની વોઈસ રિકગ્નિશન ટેકનોલોજીમાં સુધારો કરવા માટે સાઈટ પર પોતાની અવાજ રેકોર્ડ કરવા માટે તૈયાર થશે. જો કે, આ માધ્યમ થકી એક ફેસબુક યુઝર્સ માત્ર 5 ડોલર એટલે કે, લગભગ 350 રૂપિયા જ કમાઈ શકે છે. હાલમાં તો આ પ્રોનનસિએશનનો આ પ્રોગ્રામ અમેરિકન યુઝર્સ માટે જ છે. તે માટે યુઝર્સના ફ્રેન્ડલિટસ્ટમાં ઓછામાં ઓછા 75 લોકો હોવા જોઈએ. જો કે, ભારત અને બીજા દેશમાં આ પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવશે તેની જાણકારી હજુ સુધી કંપનીએ આપી નથી.

દરેક સ્ટેટમેન્ટને બે વખત રેકોર્ડ કરવુ પડશે

ગુરુવારે જાહેર કરેલ રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, તમારે તમારા ફ્રેન્ડલિસ્ટમાં મિત્રના પ્રથમ નામને રેકોર્ડ કરવુ પડશે. તમે તેને વધારેમાં વધારે 10 મિત્રોના નામની સાથે કરી શકશો અને તમારે દરેક સ્ટેટમેન્ટને બે વખત રેકોર્ડ કરવુ પડશે. એક સેટ રેકોર્ડિંગ પૂરુ કર્યા બાદ તમારે Viewpoints એપમાં 200 પોઈન્ટ્સ મળશે. જો કે, જ્યાં સુધી તમે 1000 પોઈન્ટ્સ પૂર્ણ નહી કરી લો, ત્યા સુધી તમને પૈસા મળશે નહી. જણાવી દઈએ કે, પૈસાનુ ટ્રાન્જેક્શન PayPal થકી થશે.

પ્રાઈવેસીનો ખતરો થઈ શકે છે

ફેસબુકની આ જાહેરાત તે સમયમાં થઈ છે, જ્યારે Apple, Microsoft, Amazon અને Google જેવી ઘણી ટેક કંપનીઓએ તે રીપોર્ટ બાદ પોતાના ઓડિયો ટ્રાંસક્રિપ્શન પ્રોગ્રામને રોકી દીધુ છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે, થર્ડ પાર્ટીના કોન્ટ્રાક્ટર ઓડિયો રેકોર્ડિગ સાંભળી રહ્યા છે. આ વચ્ચે ફેસબુક તરફથી વોઈલ રિકગ્નિશન ટેકનોલોજી પર પૈસા આપીને યૂઝર્સને જોડવા પાછળ ડેટા પ્રાઈવેસ જેવી રમત હોવાની આશંકા વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ડેટા પ્રાઈવેસીને લઈને ફેસબુરની કારગુજારી કોઈનાથી અજાણ નથી.

READ ALSO

Related posts

શું 14 એપ્રિલ બાદ પણ સમગ્ર દેશમાં અમલમાં રહેશે લોકડાઉન ? મોદી સરકારનો આ છે માસ્ટર પ્લાન

Ankita Trada

Coronavirus: દુનિયાભરમાં 13 લાખથી વધુ લોકો ઘાતક વાયરસના ભરડામાં, 74 હજારના મોત, અમેરિકામાં કેર યથાવત

Bansari

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!