GSTV
Gujarat Government Advertisement

ટેક ન્યૂઝ / Facebookમાં ક્લબહાઉસ જેવા ફિચર, મળશે રૂપિયા કમાવવાની તક

Last Updated on April 22, 2021 by Bansari

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook યુઝર્સને સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અપડેટ ફિચર્સ રજૂ કરે છે. Facebook ટૂંક સમયમાં જ કેટલાક નવા ફિચર્સ લાવશે. હવે કંપનીએ ઓડિયો બેઝ્ડ સોશિયલ એપ Clubhouse જેવા ફિચર્સની જાહેરાત કરી છે. ફેસબુકે આ ઓડિયો બેઝ્ડ ફિચરનું નામ Live Audio Rooms રાખ્યું છે.

ફેસબુક

ફાયદા

Live Audio Roomsનો કોન્સેપ્ટ તો Clubhouse જેવો જ છે, પરંતુ ત્યાં બીજા પણ નવા ફિચર્સ જોવા મળશે. ઉદાહરણ તરીકે ત્યાં વાતચીત રેકોર્ડ કરી શકશો અને તેને કોઇ પણ જગ્યાએ સેન્ડ કરી શકો છો. ફેસબુકના આ લાઇવ ઓડિયો રૂમ્સમાં સબ્સક્રિપ્શનનો પણ વિકલ્પ હશે. એટલે જે યુઝર ઇચ્છે તેને પેડ બનાવી શકશે અને કોઈ એન્ટર થવા ઇચ્છે તો તેની પાસેથી રૂપિયા લઇ શકે છે.

ઓડિયોનો ટિક ટોકની જેમ ઉપયોગ કરી શકાશે

ફેસબુક ઓડિયો ટિક-ટોકની જેમ જ તેના યુઝર્સને ફેસબુકમાં જ ઓડિયો ક્રિએટર્સ ફિચર્સ આપશે, જેમાં તેઓ પણ રૂપિયા કમાવી શકે. તેમાં ઓડિયો કોન્વર્ઝેશનને નાના-નાના ભાગમાં કાપી ઓડિયો ટિક-ટોકની જેમ જ ઉપયોગ કરી શકાશે. ફેસબુકે આ ફિચરને Soundbites નામ આપ્યું છે. ન્યૂઝ ફિડમાં જ આ ફિચર મળી જશે. કંપનીએ આ ફિચરને સાઉન્ડ સ્ટૂડિયો ઇન યોર પોકેટ કહ્યું છે.

માર્ક ઝુકરબર્ગને ઓડિયો પસંદ પડ્યું

ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેમને ઓડિયો પસંદ પડ્યુ છે. તેના પાછળનું કારણ એ છે કે ઓડિયો સાથે તમે મલ્ટી ટાસ્ક થઇ શકો છો. ઓડિયા સાંભળતા તમે બીજા કોઈ પણ કામ પણ કરી શકો છો.

હાલ આ ફિચર્સ બધા યુઝર્સને નહીં મળે. પરંતુ આવનારા સમયમાં ધીમે-ધીમે આ ફિચર્સ તમને પણ દેખાશે. ઉલ્લેખનીય છે કે ઓડિયો બેઝ્ડ સોશિયલ નેટવર્કિંગનો ક્રેઝ વધી રહ્યો છે, એવામાં ફેસબુકે પણ આ પગલો લીધો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!