GSTV

Facebook Liveમાં જોડાયુ છે આ નવું ફીચર, જાણો શું છે મેસેન્જર રૂમ્સ

Facebook

જો તમે હજી પણ વિડિઓ કૉલિંગ (video calling)સુવિધાઓનો ખૂબ ઉપયોગ કરી રહ્યાં છો, તો ફેસબુક (Facebook) તમારા માટે વસ્તુઓને વધુ સરળ બનાવી રહ્યું છે. કંપનીના નવા બ્લૉગ પોસ્ટ મુજબ હવે ફેસબુક લાઇવ(Facebook Live)માં મેસેંજર રૂમ્સ ( Messenger Rooms)સુવિધાને જોડવામાં આવી રહી છે.

આનો અર્થ એ કે હવે તમે મેસેંજર રૂમમાં મિત્રો સાથે વિડિઓ કૉલ શરૂ કરી શકશો. ઉપરાંત, તમે ફેસબુક લાઇવની સહાયથી લાઇવ પણ થઈ શકો છો. જ્યારે તમે લાઇવ જાઓ, તમે વિડિઓ કૉલમાં 50 જેટલા લોકોને ઉમેરી શકો છો. ફેસબુકને લાગે છે કે આની સાથે બુક ક્લબ અથવા ફિટનેસ ક્લાસ શરૂ કરી શકાય છે. લોકો લાઇવ વિડિઓ કૉલમાં જોડાઈ શકે છે.

યુઝરને વધુ નિયંત્રણ મળશે

ફેસબુક તેમાં રૂમ ક્રિએટરને વધુ નિયંત્રણ આપે છે. યુઝર પ્રોફાઈલ, પેજ અથવા ગ્રુપ દ્વારા લાઇવ સ્ટ્રીમિંગને બ્રોડકાસ્ટ કરી શકાય છે. સાથે જ યૂઝર બ્રોડકાસ્ટમાં તે લોકોને પણ ઈનવાઈટ કરી શકે છે, જેમની પાસે ફેસબુક એકાઉન્ટ્સ ન હોય. એટલું જ નહીં, ક્રિએટરને એ પણ સુવિધા મળે છે કે તે બ્રોડકાસ્ટ દરમિયાન પાર્ટિસિપેંટ થઈ શકે છે અને રિમૂવ પણ કરી શકે છે.

facebook

ફેસબુક મુજબ, નવી સુવિધા કેટલાક દેશોમાં રજૂ કરવામાં આવી રહ્યુ છે. સાથે જ, કંપની તેને તે દેશોમાં રિલીઝ કરી શકે છે જ્યાં આગામી દિવસોમાં મેસેંજર રૂમની સુવિધા ઉપલબ્ધ હશે. આમ તો હાલમાં જ કંપનીએ ફેસબુક મેસેન્જરની સાથે નવી પ્રાઈવસી ફીચર એડ કર્યુ છે. તેની સિવાય કંપની મેસેન્જર રૂમ્સને બીજા પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામની સાથે પણ ઈંટીગ્રેટ કરી રહી છે.

READ ALSO

Related posts

પેટ્રોલમાં મિક્સ કરાતા ઈથેનોલમાં રૂ. 3.34નો થયો વધારો, શેરડીના ખેડૂતોને થશે સીધો ફાયદો

Mansi Patel

હવાઇ યાત્રીઓ માટે ખુશખબર! 24 ફેબ્રુઆરી સુધી મન ફાવે તેટલુ ભાડુ નહી વસૂલી શકે એરલાઇન્સ, સરકારે લીધો છે આ મોટો નિર્ણય

Bansari

પાકિસ્તાની નેતા કે સૈન્યમાં ખરેખર લડવાની ત્રેવડ નથી, ભારતના ડરથી બાજવાના ટાંટિયા ઘ્રૂજતા હતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!