દુનિયાભરમાં 8 કલાક સુધી ઠપ્પ થયા Facebook-Instagram, યુઝર્સ થઇ ગયા પરેશાન

facebook down outage

બુધવારની રાત્રે અચાનકથી ભારત, અમેરિકા અને યુરોપ સહિત દુનિયાના અનેક દેશોમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સર્વિસીસ ડાઉન થઇ ગઇ. આ કારણે યુઝર્સને આશરે 8 કલાક સુધી આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરવામાં પરેશાની થઇ.

આ નિરાશા અને ગુસ્સાને યૂઝર્સે બીજી સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર જોરદાર શેર કર્યો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ડાઉન થવાના કારણો જાણવા મળ્યા નથી. 


વેબસાઇટ downdetector.com પ્રમાણે, યૂએસ અને કેનેડાથી લઇને ચિલી સહિત ઇટલી સુધી યૂઝર્સ આશરે 1 કલાક સુધી આ સમસ્યાનો સામનો કર્યો. યૂઝર્સ સાઇટ્સ પર લૉગઇન અને પોસ્ટ કરી શકતા નહતી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ડાઉન થવાની અસર દુનિયાના કેટલાક ભાગમાં જોવા મળ્યા. 


તો બીજી બાજુ ફેસબુકના પ્રવક્તાએ યૂઝર્સના એક કલાકથી વધારે આ સમસ્યાની પુષ્ટિ કરતા કહ્યું કે , ‘કેટલાક લોકો ફેસબુકથી જોડાયેલી એપને એક્સેસ કરવામાં પરેશાની કરી રહ્યા છે.’ જો કે પ્રવક્તા આ સમસ્યાનું કારણ જણાવી શક્યા નથી. 

કેલિફોર્નિયાની દિગ્ગજ કંપની ફેસબુકના બે બિલિયનથી વધારે યૂઝર્સ છે. આ યૂઝર્સની ટ્વિટર દ્વારા ફેસબુક એક્સેસ ના થવા પર અને સીમિત ફંક્શન જ થઇ રહ્યા હોવાની ફરિયાદ બાદ કંપનીને ડાઉન થયું હોવાનું જાણવા મળ્યું. થોડાક સમય બાદ ફેસબુકે નેટવર્કમાં અડચણ નાંખવાના હેતુથી કોઇ પ્રકારનો સાઇબર હુમલાને નકારતાં કહ્યું કે આ સમસ્યાને જલ્દીથી જલ્દી હલ કરવા માટે કામ શરૂ કરી દીધું છે, પરંતુ અમે એ વાતની પુષ્ટિ કરી શકીએ છીએ કે આ સમસ્યા ડીડીઓએસ હુમલાથી સંબંધિત નથી. 

હાલ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આવી રહેલી પરેશાનીને કેટલીક હદ સુધી ઠીક કરવામાં આવી છે અને ભારતમાં યુઝર્સને વૉટ્સએપ મેસેજ કરવામાં અને મેસેંજર ચેટમાં કોઇ સમસ્યા નથી આવી રહી. જો કે હજુ પણ કેટલાંક યુઝર્સ ફરિયાદ કરી રહ્યાં છે કે તેઓ ફેસબુક પોસ્ટ નથી કરી શકતાં. જો કે આ પરેશાનીને સંપૂર્ણ રીતે ફિક્સ કરવામાં આવી છે કે નહી તે અંગે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ તરફથી કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter