GSTV
Home » News » બદલાઇ જશે FB-Instagramનું સ્વરૂપ, ફિચર્સથી લઇને ડિઝાઇન સુધી થશે આ મોટા ફેરફાર

બદલાઇ જશે FB-Instagramનું સ્વરૂપ, ફિચર્સથી લઇને ડિઝાઇન સુધી થશે આ મોટા ફેરફાર

ફેસબુકની વાર્ષિક ડેવલપર્સ કોન્ફરન્સનું આયોજન તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગએ કેટલીક મહત્વની ઘોષણાઓ કરી છે. આ સંમેલનની શરૂઆત માર્કએ પ્રાઈવસીની વાત સાથે કરી હતી. તેણે ફ્યૂચર ઈઝ પ્રાઈવેટ શબ્દના ઉલ્લેખ સાથે ફેસબુક, ઈંસ્ટાગ્રામ, મેસેન્જર માટે કેટલીક મહત્વની ઘોષણાઓ કરી હતી. આ ઉપરાંત કંપનીએ વર્ચુઅલ રિયાલિટી હેડસેટ ઓકુલસ ક્વેસ્ટ અને રિફ્ટ એસ બાબતે પણ જાણકારી આપી હતી. 

ફેસબુકનો નવો લુક

આ ઈવેન્ટમાં ફેસબુકની અલહ ઝલક જોવા મળી, ફેસબુકની નવી ડિઝાઈનમાં ગૃપ્સ અને ઈવેન્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. કંપનીએ એક ગૃપ ટેબ અને પર્સનલાઈઝ્ડ ફીડ તૈયાર કરી છે. જેના કારણે તમને તમારા નજીકના મિત્રોની એક્ટિવીટીની અપડેટ સતત મળતી રહેશે. આ ફીચરની મદદથી તમે શાળા, સંસ્થા કે અન્ય સ્થાન સાથે જોડાયેલા મિત્રોને સરળતાથી શોધી શકશો. 

ઈંસ્ટાગ્રામ

આ ઈવેન્ટમાં ઈંસ્ટાગ્રામ માટે પણ ખાસ ઘોષણા કરવામાં આવી છે. ઈંસ્ટાગ્રામના કેમેરામાં હવે ક્રીએટ મોડનો વિકલ્પ મળશે જેની મદદથી ફોટોમાં કોઈ પણ કંટેંટને સરળતાથી જોડી શકાશે. આ ઉપરાંત હવેથી ઈંસ્ટાગ્રામના માધ્યમથી ખરીદી પણ કરી શકાશે. 

મેસેન્જર

ફેસબુકની જેમ જ ફેસબુક મેસેન્જરને પણ કંપની નવા લુકમાં લોન્ચ કરશે. નવા અપડેટ બાદ તમે સ્ટેટસ મેસેજ પણ સેટ કરી શકો છો. આ ઉપરાંત એપની સાઈઝ પણ ઘટી જશે જે વર્તમાન એપથી 20 ટકા નાની હશે. કંપની ડેસ્કટોપ મેસેન્જર પણ લોન્ચ કરશે. મેસેન્જરમાં પ્રાઈવસીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. યૂઝર્સ ચેટિંગ દરમિયાન ફેસબુક પર વીડિયો જોઈ શકશે. 

ફેસબુક ડેટિંગ

ફેસબુકએ ડેટિંગ ફીચર ગત વર્ષે જ લોન્ચ કરી દીધું હતું પરંતુ કંપનીએ તેને 14 અન્ય દેશમાં પણ લોન્ચ કરવા જઈ રહી છે. ડેટિંગ સીક્રેટ ક્રશ નામનું ફીચર પણ એડ કર્યું છે. આ ફીચરની મદદથી તમે મિત્રોનું એક સીક્રેટ લિસ્ટ બનાવી શકો છો. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં તમે એ મિત્રોના નામ રાખી શકો છો જેની ડેટિંગ પ્રોફાઈલ નથી. 

ઓકુલસ ક્વેસ્ટ અને રિફ્ટ એસ

કંપનીએ જણાવ્યાનુસાર તેમના વર્ચુઅલ રિયાલિટી હેડસેટ ઓકુલસ ક્વેસ્ટ અને રિફ્ટ એસનું વેચાણ 12 મેથી શરૂ થઈ જશે અને તેને 22 દેશમાં ઉપલબ્ધ કરવામાં આવશે. 

Read Also

Related posts

ફ્લડ કન્ટ્રોલ રૂમની કામગીરીમાંથી અમને મુક્ત કરો: જેતપુરમાં શિક્ષકોએ પાઠવ્યું આવેદનપત્ર

Riyaz Parmar

116 લોકોની થઈ શકે છે હત્યા, જીગ્નેશ મેવાણીએ વ્યક્ત કરી આશંકા

Kaushik Bavishi

કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટે અરજીનો કર્યો સ્વીકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!