GSTV
Home » News » લોકો લાઈક અને કોમેન્ટ કરતાં રહ્યાં અને ફેસબુકે વિશ્વભરમાંથી 6.1 અબજ ડોલરનો નફો મેળવી લીધો

લોકો લાઈક અને કોમેન્ટ કરતાં રહ્યાં અને ફેસબુકે વિશ્વભરમાંથી 6.1 અબજ ડોલરનો નફો મેળવી લીધો

ફેસબૂકની ભારતમાં આગેકૂચ ચાલુ છે. ફેસબૂક ઈન્ડિયાનો નફો વર્ષ 2019 દરમિયાન 84 ટકા વધીને 57 કરોડથી સીધો 105 કરોડે પહોંચ્યો છે. ફેસબૂક અમેરિકન કંપની છે અને ત્યાં તો તેની આવક અબજો ડૉલરમાં છે.પરંતુ ભારત ખાતેની તેની બ્રાન્ચની આવક પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. વર્ષ 2018 દરમિયાન ફેસબૂકની રેવન્યુ 521 કરોડ હતી, જે વધીને વર્ષ 2019માં 892 કરોડે પહોંચી છે.આ આંકડા 31મી માર્ચે પુરા થતાં નાણાકિય વર્ષ મુજબના છે. ફેસબૂકમાં ડેટા સલામત ન હોવાની બુમરાણ અને અન્ય વાંધા-વચકા વચ્ચે તેના વપરાશકારો કે આવકમાં કોઈ ઘટાડો થયો નથી, કેમ કે લોકોને ફેસબૂક વગર ચાલતું નથી.

દરમિયાન સપ્ટેમ્બરમાં પુરા થતા ત્રિમાસિક ગાળામાં ફેસબૂકની વૈશ્વિક આવક અને નફો પણ વધ્યા છે. આ ત્રિમાસિક ગાળા દરમિયાન ફેસબૂકે કુલ 17.7 અબજ ડૉલરની આવક (રેવન્યુ) નોંધાવી છે. ગયા વર્ષના આ સમય કરતાં આ રેવન્યુ 29 ટકા વધારે છે.તો સપ્ટેમ્બર સુધીમાં ફેસબૂકનો નફો વધીને 6.1 અબજ ડૉલર થયો છે. નફામાં 19 ટકાનો વધારો થયો છે. ભારતની આવક (892 કરોડ) વાર્ષિક છે, જ્યારે અમેરિકામાં નોંધાયેલી 17.7 અબજ ડૉલરની આવક ત્રણ માસની છે. એટલે કે વાર્ષિક આવકનો આંકડો આવશે ત્યારે એ અનેકગણો મોટો હશે.

ફેસબૂકે આ સાથે તેના વપરશકર્તાના આંકડા પણ જાહેર કર્યા હતા. એ પ્રમાણે દુનિયામાં ફેસબૂકના દૈનિક 2.2 અબજ વપરાશકારો છે. આ 2.2 અબજ વપરાશકારો એવા છે, જે 24 કલાકમાં એક વખત ફેસબૂક વાપરે છે.1.62 અબજ વપરાશકારો એવા છે, જે ફેસબૂક પર વધારે સક્રિય રહે છે, દિવસમાં ઘણો સમય ફેસબૂક ખૂલ્લું રાખે છે. મહિનામાં ઓછામાં ઓછા એક વખત ફેસબૂકની મુલાકાત લેતા હોય એવા મન્થલી એક્ટિવ યુઝર્સ 2.45 અબજ છે.

READ ALSO

Related posts

58 વર્ષીય આધેડને કિશોરી સાથે થયો પ્રેમ, પછી થયું એવું કે…..

pratik shah

રાજકોટમાં રાજતીલકની તડામાર તૈયારીઓ શરૂ, કથાકાર મોરારીબાપુ આશીર્વાદ આપવા પહોંચ્યા

Nilesh Jethva

Food Court: 71માં પ્રજાસત્તાક દિવસે બનાવો વિવિધતામાં એકતાનો સંદેશ આપતી વાનગી ‘ત્રિરંગા પુલાવ’

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!